સમગ્ર વિશ્વનાં ઘણા દેશો અત્યારે કોવિડ-૧૯નો માર સહન કરી રહ્યા છે ત્યારે આ મહામારીમાંથી બહાર નિકળવા ભારતે કડક લોકડાઉનનો અમલ કર્યો હતો. આ લોકડાઉન ઓકસફર્ડ યુનિવર્સિટીના સંશોધકોના માપદંડ મુજબ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે જીડીપીમાં ૨ ટકા જેટલી ખાધ આવી હતી અને પરિણામે ભારતમાં મોટાપાયે વિકાસ દરને ધકકો લાગ્યો હતો. એપ્રિલ અને જુન મહિના દરમિયાન અર્થતંત્રમાં ૨૪ ટકાનો કડાકો બોલી ગયો હતો. આ સૌથી મોટી કડાકો ગણી શકાય. સાથે સાથે કોરોના સંક્રમણનાં દૈનિક નવા કેસોની સંખ્યા એક લાખને પાર અગાઉ થઈ ગઈ હતી. અગાઉ અમેરિકામાં નવા કેસોની દૈનિક સંખ્યા ૪૦ હજાર પર હતી ભારતમાં તેની સામે મૃત્યુદર અને નવા કેસોમાં મોટો ઉછાળો થઈ રહ્યો છે.
કોરોના નીતિ અંગે લોકડાઉન દરમિયાન ઉભી થયેલી આર્થિક ખાદ્યને કાબુમાં લેવા માટે ખુબ જ સાવચેતીની જરૂર હતી. લાખો લોકો શહેરી વિસ્તારમાંથી હિજરત કરીને ગામડાઓમાં પરત ગયા હતા તે લોકોએ શહેરી રોજગારી ગુમાવી હતી અને આર્થિક મંદીના કારણે માનસિક હતાશા અને રોગચાળાને બેવડા દરે વધારી હતી. આવા લોકોને તાત્કાલિક આર્થિક મદદની જરૂર ઉભી થઈ છે. દેશના અર્થતંત્રને પુન: બેઠુ કરવા માટે આવા ગરીબ લોકોના ગજવામાં પૈસા ઠાલવવાની જરૂર છે. ભારતની આર્થિક સ્થિતિ શ્રમિકોના હાથમાં છે. શહેરી વિસ્તારની વસાહતો અને ગીચ ગામડાઓમાં એક જ રૂમમાં એક જ ઘરમાં ૪ થી ૧૦ લોકો લોકડાઉન દરમિયાન ભરાઈ ગયા હોવાથી અર્થતંત્ર ઠપ્પ થઈ જવા પામ્યું છે.
ભારતમાં લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં ૧૦મો નંબર રહેવા પામ્યો છે. આ પરિસ્થિતિમાં જર્મનીનો ૮૧મો નંબર, અમેરિકામાં ૬૬.૭, ઈંગ્લેન્ડમાં ૮૧, સાઉથ કોરીયામાં ૯૦.૫, ભારતમાં મહામારીને કાબુમાં કરવા માટે લેવામાં આવેલા પગલાઓ વેન્ટીલેટર, હોસ્પિટલોની સુવિધા, તબીબી સુવિધાઓને લઈને ખુબ જ સારી પરિસ્થિતિ હોવાનું દર્શાવાયું છે. એક અભ્યાસમાં આ પરિસ્થિતિમાંથી દુર જવા માટે ગરીબોને આર્થિક સહાયની આવશ્યકતા છે. આરબીઆઈએ અર્થતંત્રને વેગવાન બનાવવા અને નાણાકિય તરલતા વધારવા માટે ઉદાર હાથે બેંક લોન અને સહાયકારી યોજનાઓની હિમાયત કરી છે. મહામારીમાં જીડીપી ૧૦.૯એ પહોંચ્યો છે. એક અભ્યાસ મુજબ મુંબઈની ગીચ ઝુંપડપટ્ટીનો સંક્રમણ દર ૫૭ ટકા જે બિનઝુંપડપટ્ટી વિસ્તારના ૧૬ ટકા વધુ છે પરંતુ ત્યાં મૃત્યુદર કાબુમાં રહેવા પામ્યો છે. સરકારે આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ગરીબોને ગજવામાં પૈસા પહોંચાડવા માટે મનરેગા યોજના, જનધનના ખાતાઓમાં પૈસા પહોંચાડીને અર્થતંત્રને બેઠુ કરવા અસરકારક ઉપાય હાથ ધર્યો હતો.