રાજકોટીયન્સના સાહિત્ય અને કલા પ્રેમીઓ માટે નવલુ નજરાણુ

રાજકોટને રંગીલુ શહેર કહેવામાં આવે છે. આપણે ત્યાં દરેક ઉત્સવને ખૂબ જ ઉત્સાહ સાથે માણનારો બહુ મોટો વર્ગ છે અને આ અદમ્ય ઉત્સાહ એ જ રાજકોટની અનેરી અને અનોખી ઓળખ છે. આપણા શહેરની આ આગવી ઓળખમાં વિવિધ રસનો ઉમેરો કરવા માટે નવધા કલ્ચરલ ક્લબનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

રાજકોટમાં ચાલતી સાહિત્ય અને કલાની વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા, સાહિત્યપ્રેમી અને કલાપ્રેમી વર્ગના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા તેમજ જીવનના દરેક રસને માણવા મળે એ પ્રકારની ઈવેન્ટ્સ અને પ્રવૃત્તિઓનું આયોજન આ ક્લબ દ્વારા હાથ ધરવામાં આવશે . જેમ આપણા દરેક તહેવારનો અલગ – અલગ રસ હોય છે – એક અલગ આનંદ હોય છે તેમ આ ક્લબ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સાહિત્ય અને કલાના માધ્યમ દ્વારા જીવનના અલગ – અલગ રસને શ્રેષ્ઠત્તમ રીતે રજૂ કરતી ઈવેન્ટ્સ આયોજીત થશે.

   નવરાત્રી પર બોલીવુડના કોરિયોગ્રાફર દેવેરા મીરચંદાણીના ડાન્સ અને ગરબાનો વર્કશોપ

નવધા કલ્ચરલ ક્લબ શરૂ કરવા વિશે વાત કરતા આ ક્લબના પ્રમુખ મિતુલ ધોળકિયા જણાવે છે કે, આજે આપણે સમયને પૈસાની પાછળ ખર્ચતા શીખી ગયા છીએ . એક સારી લાઈફ સ્ટાઈલ માટે પૈસા જરૂરી છે પણ એ પણ વાસ્તવિકતા છે કે પૈસો એટલો પણ અગત્યનો નથી કે આપણે આપણા પૂરા સમયને માત્ર ને માત્ર એની પાછળ ખર્ચ કરીએ . છેલ્લા બે વર્ષમાં આપણે અનુભવ્યું છે કે બધું જ હોવા છતાં આપણે કેટલા લાચાર અને નાખુશ હતા ! સમયને સારી રીતે કેમ પસાર કરી શકાય એ આપણે કાં તો ભૂલી ગયા છીએ કાં તો ક્યાંક છોડી આવ્યા છીએ . આ બે વર્ષના અનુભવે નવધા કલ્ચરલ ક્લબના વિચારબીજ રોપ્યા . રાજકોટના શહેરીજનોનું જીવન ફરી ધબકતું કરવા – તેમને સારા સંસ્મરણો આપવા – સાહિત્ય અને કલાના વિવિધ રસનું પાન કરાવવા માટે કંઈક વિશેષ અને નાવિન્યસભર ઈવેન્ટ્સનું નિયમિત આયોજન આ ક્લબ દ્વારા કરવામાં આવશે.

આ તકે ક્લબના ઉપપ્રમુખ જાણીતા શિક્ષણવિદ્ કૃષ્ણકાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે, કલાના વિવિધ રસના માધ્યમથી લોકોને આનંદ પ્રાપ્ત થાય છે જ્યારે સાહિત્યના માધ્યમથી લોકોના જીવનમાં હકારાત્મકતા , સંવેદનશીલતા અને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ કેળવાય છે . એટલે અમે એવી ઈવેન્ટ્સ આપીશું જેમાં આ બંનેનો સુભગ સમન્વય થતો હોય. નવરાત્રિ પહેલાં બોલીવુડના પ્રખ્યાત કોરીયોગ્રાફર દેવેશ મીરચંદાણીના સાત દિવસીય ડાન્સ અને ગરબા વર્કશોપનું રાજકોટમાં નવધા કલ્ચરલ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

     ધોળકીયા પરિવાર તથા જય વસાવડા અને જવંલત છાયાના પરિશ્રમથી કલબનો રંગારંગ પ્રારંભ

આ ક્લબમાં થનારી ઈવેન્ટ્સ વિશે વાત કરતા જાણીતા લેખક  જય વસાવડાએ જણાવ્યું હતું કે , રાજકોટમાં એક મોટો વર્ગ છે જે ઘણા સમયથી એવું ઈચ્છી રહ્યો છે કે યક્ષયિિંફિંશક્ષળયક્ષિં માટે થતી ઇવેન્ટ્સની સાથોસાથ એવી ઈવેન્ટસ પણ થાય જે શક્ષરજ્ઞફિંશક્ષળયક્ષિં હોય . આ ક્લબની ઈવેન્ટ્સ માટે રાજકોટમાં અગાઉ કદી ન આવ્યા હોય અથવા બહુ ઓછા સાંભળવા મળ્યા હોય કે ઓછા માણવા મળ્યા હોય તેવા સાહિત્યકારો અને કલાકારોને લઈ આવવાનો અમારો પ્રયત્ન રહેશે . આગળ  જય વસાવડાએ જણાવ્યું હતું કે , નવધા કલ્ચરલ ક્લબ દ્વારા પ્રારંભિક 4 ઈવેન્ટ્સનું આયોજન થઈ ચૂકયું છે . આ આયોજનના આધારે હું એટલું ચોક્કસ કહી શકું કે રાજકોટના શહેરીજનોએ અગાઉ ન માણી હોય તેવી ઈવેન્ટ્સ નવધા કલ્ચરલ ક્લબના માધ્યમથી માણવા મળશે . જ્વલંત છાંયાએ કહ્યું હતું કે , નવધા કલ્ચરલ ક્લબ દ્વારા આયોજીત થનારી ઇવેન્ટ્સ શહેરીજનો માટે ઞક્ષશિીય બની રહેશે . આ ક્લબમાં જોડાનાર વ્યક્તિઓ દર ઈવેન્ટના અંતે પોતે જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું હોય એવી લાગણી અનુભવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.