મનુ કવાડ ગીર ગઢડા

ગુજરાત સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળવિકાસ યોજના અંતર્ગત અનેક બાળકોને નવ જીવન મળ્યા હશે ત્યારે ઉનામાં વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે જેમાં બાળ વિકાસ યોજના અંતર્ગત ગરીબ પરિવારના ત્રણ બાળકો જે જન્મજાતથી જ મૂંગા હોય તેમને ગુજરાત સરકારની બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં રૂ. 12 લાખના ખર્ચે સફળ ઓપરેશન કરાતા તેઓ બોલતા થયા છે અને બાળકના પરિવારમાં ખુશી જોવા મળી હતી.

જે બાળકની કિલકારી સાંભળવા માટે માતા-પિતા રાહ જોતા હોય છે પરંતુ કોઈ ખોડ ખાપણના લીધે ઘણા બાળકો જન્મજાત મૂંગા હોય છે ત્યારે ઉનામાં ગરીબ અને મધ્યમ પરિવારના ત્રણ બાળકો મહેક, ઓન અને પાર્થ જે જન્મજાતથી જ મૂંગા અને બહેરા હોય તેમની જાણ પરિવારને થતા પરિવાર ઉપર મુસીબતનો આભ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગયાં હતા. તેનાં પરિવાર દ્વારા અનેક હોસ્પિટલમાં આ બાળકોને બતાવવામાં આવ્યા, પરંતુ તેમનો ઓપરેશનનો ખર્ચ રૂ. 10થી 12 લાખનું હોવાના કારણે પરિવાર બાળકોની સારવાર કરાવી શકતો નહોતો.

આ પીડિત બાળકનો પરીવારને ઉના તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ દુમાતરના માર્ગદર્શન મળ્યું કે તેમના બાળકોની સારવાર તદ્દન મફતમાં થઈ શકે છે. રાષ્ટ્રીય બાળ વિકાસ કાર્યક્રમની ટીમના ડોક્ટર તુષાર બારૈયા દ્વારા જન્મજાત બહેરા, મુંગા બાળકોનું ઓપરેશન (કોકલિયર ઈમ્પ્લાન્ટ) રોગથી પીડિત બાળકોને તદ્દન મફતમાં સરકાર દ્વારા ઓપરેશન કરી આપવામાં આવે છે.વિગત જાણવા મળતા મહેક, ઓન અને પાર્થ આ ત્રણેય બાળકોનું અમદાવાદ સોલા હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

આ ઓપરેશનનો એક બાળકનો ખર્ચ રૂ. 12 લાખ જેટલો થાય છે, તે સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર પ્રજાલક્ષી અભિગમ અને વિદ્યાર્થી હિતમાં ચાલતા શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાડૅ દ્વારા આ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું.જેમનો ખર્ચ સંપૂર્ણ ગુજરાત સરકારના રાષ્ટ્રીય બાળ વિકાસ યોજના હેઠળ સંપૂર્ણ ફ્રીમાં ઓપરેશન કરાવવામાં આવ્યા. આજે મહેક અને પાર્થ છ મહિનાથી એક વર્ષ સુધી સ્પીચ થેરાપી આપવામાં આવી રહી છે. જેના માધ્યમથી હાલ આ ત્રણેય બાળકો સાંભળી અને બોલી શકે છે. સ્કુલમાં અભ્યાસ પણ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.