વિદ્યાર્થીઓને શિક્ષણ અને જરૂરીયાતમંદોને મદદ એક અમારો લક્ષ્યાંક: પ્રવિણ ચાવડા

ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી સામાજીક અને સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાવું, ગરીબોને કોઈપણ પ્રકારે મદદરૂપ થઈ હાલતમાં સુધારો કરવા તથા ગરીબ દર્દીઓને દવાઓ સાથે જરૂરી વસ્તુઓનું વિતરણ કરવા જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક માસથી દરરોજ રાત્રીના જરૂરીયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા અને નાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.

અબતક સાથેની વાતચીતમાં ફ્રિડમ યુવા ગ્રુપના વાઈસ ચેરમેન પ્રવિણ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી દરરોજ રાત્રીના શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઈ જરૂરીયાતમંદ પરીવારજનો કે જેઓને હાડ થ્રીજાવતી ઠંડીમાં રક્ષણ આપવા બાળકોથી માંડી વૃદ્ધોને ૫૦૦થી વધારે ધાબળા અને ૧૫૦ જેટલા સ્વેટરો બાળકોને વિતરણ કરવામાં આવી રહ્યા છે.

vlcsnap 2019 01 11 10h44m06s59 1

જેના ભાગરૂપે છેલ્લા બે દિવસથી શહેર સિવિલ હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં જઈ ધાબળા તથા સ્વેટરોનું વિતરણ કરવામાં આવ્યું છે. ફ્રિડમ યુવા ગ્રુપના સભ્યોએ ઈમરજન્સીમાં આવતા દર્દીઓ તથા તેમના સગા-સંબંધીઓ ઠંડીથી રક્ષણ માટે ગરમ કપડા લાવ્યા ન હોય તેવા લોકોને ધાબળા તથા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.

ફ્રિડમ યુવા ગ્રુપ કોઈ પણ જરૂરીયાતમંદ લોકોની મદદ માટે તત્પર રહે છે ત્યારે શહેરની સિવીલ હોસ્પિટલ ખાતે બહાર સુતા લોકો તથા દર્દીઓ અને તેમની સાથે રહેલા સગા-સંબંધીઓને ધાબળા અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને લગતી સેવાઓ કે કોઈ જરૂરીયાતમંદ લોકોને હોસ્પિટલને લગતી સેવાઓ સભ્યો દ્વારા કરવામાં આવે છે તથા તમામ કાર્યવિધિ બદલ ફ્રિડમ યુવા ગ્રુપના તમામ સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.