• જિલ્લા પંચાયત  ખાતે મેયર નયનાબેન પેઢડીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને  આયુષ મેળો યોજાયો
  • આયુષ મેળાના આયોજનને ઉત્સાહથી આવકારતા : મેયર નયનાબેન પેઢડીયા
  • પંચકર્મ, અગ્નિકર્મ પદ્ધતિઓ દ્વારા દર્દીઓની કરાઈ સારવાર, આયુર્વેદ પદ્ધતિઓનું વિશિષ્ટ માર્ગદર્શન અપાયું

વિકાસ સપ્તાહ 2024 અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2024ની થીમ”આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ”ની  ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના પ્રજાજનોને આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મળી રહે તેમ જ આયુષની આરોગ્ય પદ્ધતિઓ વિશે લોકો માર્ગદર્શન મેળવી સુખાકારી પ્રાપ્ત કરે તે હેતુ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે આયુષ મેળો યોજાયો હતો.

આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ આયુષ મેળાના આયોજનને ઉત્સાહથી આવકારી આયુર્વેદને ભારતીય પ્રાચીન અને વિશ્વની જૂનામાં જૂની સારવાર પદ્ધતિઓમાની એક પદ્ધતિ જણાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, આજના ઝડપી યુગમાં આપણી જીવનશૈલી બદલાતી જાય છે.વર્ષો પૂર્વે આયુર્વેદ ચિકિત્સા દ્વારા નિદાન અને સારવાર થતી જે રોગોને જડમૂળમાંથી નાબૂદ કરતી, જ્યારે આજે આપણે એલોપથી તરફ વળી ગયા છીએ.આયુર્વેદ એ એક જીવન પદ્ધતિ છે જેને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફરી લૌકીક બનાવી લોકો સુધી પહોંચાડ્યું છે. વનસ્પતિ આપણને બુદ્ધિ અને બળ આપે છે જેનો આયુર્વેદ પદ્ધતિમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રમુખએ આયુર્વેદ પદ્ધતિનો વધુમાં વધુ વ્યાપ કરી લોકોને તેનો લાભ લેવા અપીલ કરી હતી.

સાંસદ રામભાઈ મોકરીયાએ વિકાસ સપ્તાહ અને આયુષ દિનની મહત્તા સમજાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી સતત 23 વર્ષથી જનસેવાનું કાર્ય કરી રહ્યા છે. આયુર્વેદ અને યોગ વડાપ્રધાનના નિયમિત દિનચર્યાનો ભાગ હોવાથી તેઓ એક પણ દિવસ જનસેવાનું કાર્ય કરવાથી ચૂક્યા નથી. પ્રધાનમંત્રીએ આયુર્વેદને વૈશ્વિક સ્તરે ફરી નામના અપાવી, આરોગ્ય ક્ષેત્રે સમગ્ર રાષ્ટ્રમાં આયુષ્માનભારત  યોજના આપી 55 કરોડ પરિવારોને સ્વાસ્થ્ય માટેનું સુદ્રઢ માળખું આપ્યું છે.તેમણે આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉચ્ચ કક્ષાની આરોગ્યની સેવા આપણા રાષ્ટ્રમાં પૂરી પાડીને વિકાસના પ્રાથમિક પાયાને  ભારત જેવા વિશાળ દેશમાં અતિ ઉત્તમ સ્તરે પહોંચાડી છે.

ધારાસભ્યદર્શિતાબેન શાહે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ સર્વે સુખીના: સંતો સર્વે સંતુ નિરામયા”ના મંત્રને માને છે, આયુર્વેદ એ ભારતની પરંપરા તો છે જ, પણ એક વિશિષ્ટ ચિકિત્સા વિજ્ઞાન પણ છે જેને પ્રધાનમંત્રીએ ડબલ્યુ.એચ.ઓ. થી લઈ ભારતના ગામડે ગામડે પહોંચાડ્યું છે ત્યારે આયુષ મેળાના આયોજન સાથે રાજકોટવાસીઓને આ વિશિષ્ટ લાભ લેવા ધારાસભ્યએ અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, 23 વર્ષની ઉપલબ્ધિમાં પ્રધાનમંત્રીમોદીએ આયુર્વેદને વૈશ્વિક સ્તરે જે સ્થાન સુધી પહોંચાડી છે તે એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે. આયુષ વિભાગ આજે ગામડાઓ સુધી પહોંચી લોકોમાં ફરી આયુર્વેદની પદ્ધતિને જીવંત કરી રહ્યું છે ભગવત ગીતા માટે જેમ કહેવામાં આવે છે કે તેનું જ્ઞાન ક્યારેય જૂનું નથી થતું તેવી જ રીતે આયુર્વેદ પણ ક્યારેય પણ જૂની ન થતી ચિકિત્સા પદ્ધતિ છે ભારતમાં ચાર વેદ અંતર્ગત બે ઉપવેદ આવેલા છે જેમાંનો એક વેદ એ આયુર્વેદ છે આયુર્વેદ માત્ર ચિકિત્સા પદ્ધતિ નહીં પરંતુ એક જીવન જીવવાનું દર્શન છે જો તેને અનુસરવામાં આવે તો તેના થકી દરેક વ્યાધિને નિવારી શકાય છે ત્યારે આંતરિક માળખાને સુદ્રઢ કરતી જીવન પદ્ધતિને સૌએ અપનાવવી જોઈએ તેમ ડી.ડી.ઓ.એ અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આજે ગ્લોબલ બની છે. વડાપ્રધાનની દુરંદેશીતાથી આજે  ઠઇંઘ દ્વારા આયુર્વેદને વૈશ્વિક સ્તરે પ્રાચીન માન્ય ચિકિત્સા પદ્ધતિનું બિરુદ આપવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાંગર,  નાયબ જિલ્લા વિકાસ અધિકાર ઇલાબેન ગોહિલ, જયભાઈ ગૌસ્વામી, આયુર્વેદ સમિતિના ચેરમેન  લીલાબેન ઠુંમર, જિલ્લા આયુર્વેદ અધિકારી  દિનાબેન સોનાગરા, ડો.ભાનુભાઈ મહેતા તથા બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.