રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિએ કાવ્યાંજલિ કાર્યક્રમ યોજાયો

રાજકોટ જિલ્લા ભાજપા દ્વારા શ્રદ્ધેય સ્વ.અટલબિહારી વાજપાયજીની પ્રથમ માસિક પુણ્યતિથિએ કાવ્યાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન આત્મીય કોલેજના ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો.પુર્વ પ્રધાનમંત્રી અને કવિ હ્રદય અટલબિહારી વાજપાયજીનો રાષ્ટ્ર ઉત્થાન ભાવ, દેશહિત અને સમાજ માટેની સેવાપરાયણતા સદાકળ સૌને પ્રેરણા, માર્ગદર્શન કર્તા રહેશે. અટલજી ભલે સદેહે આપણી વચ્ચે નથી તેમના વિચારો, તેમનું જીવન-કથન સૌને રાષ્ટ્રપ્રેમ, ભારત ભકિત માટે નવું બળ આપતા રહેવાના છે. ” કદમ મિલાકર ચલના હોગા અને સદૈય અટલ ની કાવ્ય પ્રસ્તુતિ પ્રો.ડો.સંજયભાઈ કામદાર તેમજ સીનીયર પત્રકાર જવલંતભાઈ છાયાએ પોતાની આગવી શૈલીમાં સ્વ.અટલજીને સ્નેહસભર કાવ્યાંજલિ દ્વારા શબ્દાંજલિ અર્પણ કરી હતી.

કાવ્યાંજલિમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયાએ જણાવ્યું હતું કે, અટલ અમરત્વને પામ્યા છે. તેમના કાવ્યો અને કવિતાઓના માધ્યમથી આપણી વચ્ચે  આજે પણ છે. આ તકે પુર્વ કેન્દ્રીયમંત્રી વલ્લભભાઈ કથીરિયાએ અટલજીની કામગીરી અને પોતે સાથે કરેલા કામોનું સ્મરણો યાદ કરી ભાવાંજલિ આપી હતી અને સાંસદસભ્ય મોહનભાઈ કુંડારિયાએ અટલજી અજાત શત્રુ હતા. તે રાષ્ટ્રભકિત સાથે કર્મભકિતને પણ મહત્વ આપતા હતા. આદરાંજલિ અર્પણ કરી હતી.

દરમ્યાન જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતોએ શબ્દાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, અટલજી પ્રખર રાજકારણી અને કવિતાની બેવડી ભુમિકા એમણે બખુબી નિભાવી. અટલજી હવે અમરત્વ પામેલી અદભુત કવિતા છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. સંજયભાઈ કામદારે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંકલનશ્રી રાજેન્દ્રભાઈ ધારૈયાએ કરેલ હતું.

કાર્યક્રમની વ્યવસ્થા અને કાર્યક્રમને સફળ બનાવવા હિરેનભાઈ જોશી, જયેશભાઈ પંડયા, દીપકભાઈ ભટ્ટ, અલ્પેશભાઈ અગ્રાવત, અમૃતલાલ દેવમુરારી, દિનેશભાઈ વીરડા, વિવેકભાઈ સાતા, રવિભાઈ જોશી, કિશોર રાજપુતએ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, બાવનજીભાઈ મેતલિયા, જિલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ વીરડા, મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ સહિતના જિલ્લા અને તાલુકાના હોદેદારો તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાવ્યાંજલિના ભાગ સ્વરૂપે ભાવાંજલિ અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.