ચીનની સામ્રાજ્યવાદી નીતિ આધુનિક લોકતાંત્રિક વિશ્વ માટે અવારનવાર પડકારરૂપ સ્થિતિનું નિર્માણ કરે છે, ચીન વારંવાર તેના ભૂમિ અને દરિયાઈ સરહદ નજીકના પારકા વિસ્તારોમાં દબાણ કરવાની પેરવી માં રહે છે, અનેક નાના મોટા દેશની હજારો એકર જમીનોને વિવાદમાં નાખી કબજો કરી લેવાની ભૂ માફિયા જેવી ચીનની નીતિ સામે એકમાત્ર ભારત સિવાય કોઈ પડકાર ફેકતું નથી. તાજેતરમાં જ ભારતના અભિન્ન અંગ અને આદિકાળથી ભારતનું ભૂભાગ રહેલા અરુણાચલ પ્રદેશ મા પગ પેસારો કરવાની ડ્રેગન ની પેરવી સામે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ,ભારતે હિંમતભેર અરુણાચલ પ્રદેશ માં ડ્રેગન ના પગ પેસારા સામે પ્રતિકાર કરીને ચીનને સૈન્ય અને રાજદ્વાર રીતે વૈશ્વિક મંચ પર ભારે પીછે હટ આપી છે .
ચાઇના એ તમામ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કર્યા હતા. આવનાર દુશ્મનને તાત્કાલિક ડા મી દેવાની ભારતની કુટનીતિ ના ભાગરૂપે ચીનના સૈનિકોને પાછા ખદેડી ભારત ચીનની સરહદ પર ચીન એક પણ ડગલું આગળ ન વધી શકે તેવી ચપળતા સાથે ચીનને ભારતે પડકાર ફેંકી સમગ્ર વિશ્વમાં ચીનની દાદાગીરી નો ભોગ બનેલા અને બની રહેલા અનેક નાના દેશોને ચીનની સરહદની અવર ચંડાઈથી વાજ આવી ગયેલા તમામ દેશો માટે ભારતની આ પહેલ હિંમત નું કારણ બનશે,
ભારતના સરહદ પાર ના દુશ્મનો શાંતિના આશિક કારણે જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક ઉન્નતિ માટે પૂરતું ધ્યાન આપી રહ્યા છે તેવા સમયે કોઈનું ધ્યાન ન પડે તેમ મોસમની વિષમ પરિસ્થિતિનો લાભ લઈ અરુણાચલ પ્રદેશ ના કેટલાક નિર્ધન વિસ્તારોમાં ખાસ કરીને તમામ માં ચીને પગ પે સારો કરવાની પેરવી કરી હતી ગલવાન હોય કે લદાખ ચીન હંમેશા વૃષણકોરીનો પ્રયાસ કરતું રહે છે તેની સામે ભારત હર ઘડી સતર્ક રહીને ચીનના પારકી જમીન પચાવી પાડવાના ઇરાદાઓ ના કામ કરતું રહે છે… તવાંગમાં ચીનના સૈનિકોને પાછા ખદેડીને ભારતે પોતાના તમામ દુશ્મનોને વિશ્વ સમાજને એવો સંદેશો આપી દીધો છે કે ખબરદાર કોઈ ભારતની સીમા અને સર્વભૂમત્વના અધિકારનો ઉલ્લંઘન કરશે તો તેની સાથે જરા પણ નરમ વલણ નહીં અપનાવાય ચીનને ખદેડવાના ભારતના આ પગલાના પડઘા સમગ્ર વિશ્વમાં પડશે અને ચીન જ્યાં પણ ઘુષણખોરીની પેરવી કરશે ત્યાં તેના પારોઠના પગલાં જેવો પ્રતિકાર થશે.