આવતીકાલથી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ શરુ થઇ રહ્યો છે ત્યારે આ વર્ષે કઈ ટીમ ટ્રોફી જીતશે તે કહેવું વેહલું થશે પણ ફૂટબોલ ટ્રોફીનો ઇતિહાસ રોમાંચક રહ્યો છે જે વાંચકોને જરૂર ગમશે 

રશિયામાં નવ દિવસ બાદ ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે અને તે સાથે જ સમગ્ર જગત એક મહિના સુધી ફૂટબોલમય બની જશે. રશિયામાં 14 જૂનથી 15 જૂલાઈ દરમિયાન એક મહિના સુધી ફૂટબોલનો મહાકુંભ ચાલશે. ફૂટબોલનો આ 20મો વર્લ્ડ કપ છે. વર્લ્ડ કપમાં બ્રાઝિલનો દબદબો રહ્યો છે અને તેણે સૌથી વધુ પાંચ વખત વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, ફૂટબોલની ટ્રોફી ઊંચકવી પ્રત્યેક ફૂટબોલરનું સપનું હોય છે પરંતુ ફૂટબોલ ટ્રોફી પાછળનો ઈતિહાસ તેના જેટલો જ રોમાંચથી ભરેલો રહ્યો છે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની પ્રથમ ટ્રોફીનું નામ ગોડેસ ઓફ વિક્ટરી રાખવામાં આવ્યું હતું જેને વિક્ટરી ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં આ જ ટ્રોફીનું નામ જૂલ્સ રિમેટ ટ્રોફી કરવામાં આવ્યું હતું. બ્રાઝિલ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું ત્યારે તેને આ ટ્રોફી કાયમ માટે આપી દેવામાં આવી હતી. 1976થી ઉપયોગમાં લેવામાં આવતી વર્તમાન ટ્રોફીને ફિફા ટ્રોફી કહેવામાં આવે છે.
બીજા વિશ્વ યુદ્ધ બાદ ટ્રોફીને મળ્યું ‘જૂલ્સ રિમેટ કપ’નું નવું નામ
fifa 2
બીજા વિશ્વ યુદ્ધના કારણે 1942 અને 1946માં વર્લ્ડ કપ રમાયો ન હતો પરંતુ યુદ્ધ પૂરૂ થયા બાદ ટ્રોફીને 1921થી 1954 દરમિયાન ફિફાના પ્રમુખ રહેલા જૂલ્સ રિમેટના સન્માનમાં ‘જૂલ્સ રિમેટ કપ’નું નવું નામ મળ્યું હતું. 1950થી ફરીથી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી..
18 કેરેટના સોનામાંથી બની છે વર્તમાન ટ્રોફી
1974થી રાખવામાં આવતી વર્તમાન ટ્રોફી 36 સેન્ટિમીટર ઊંચી છે અને તેનું વજન 4.97 કિલો છે. આ ટ્રોફીની ડિઝાઈનમાં દેખાય છે કે બે એથ્લેટ્સે વિજયની મુદ્રામાં વિશ્વને ઊંચુ કર્યું છે. આ ટ્રોફી 18 કેરેટના સોનામાંથી બનેલી છે. આ ટ્રોફીનો 1,65,000 ડોલરનો વીમો પણ છે. વિજેતા ટીમને આ ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવે છે પરંતુ તે ફિફાની માલિકીની છે.
1966માં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું અને તેના ચાર વર્ષ બાદ 1970ના વર્લ્ડકપમાં બ્રાઝિલ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ સાઉથ અમેરિકન ટીમને જૂલ્સ રિમેટ કપ ટ્રોફી આપી દેવામાં આવી હતી. અગાઉ બ્રાઝિલ 1958 અને 1962માં ચેમ્પિયન બન્યું હતું. ત્રીજી વખત ચેમ્પિયન બનતા તેને ટ્રોફી આપી દેવામાં આવી હતી અને બાદમાં ફિફાએ નવી ટ્રોફી બનાવવાનો નિર્ણય કર્યો હતો જે હાલમાં આપવામાં આવતી ટ્રોફી છે.
વર્તમાન ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ટ્રોફીની ડિઝાઈન નક્કી કરવા માટે સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ઈટાલીના શીલ્પી સિલ્વિઓ ગાઝાનિગા સાત દેશોના 53 સ્પર્ધકોમાં વિજેતા રહ્યો હતો. તેણે વર્તમાન ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની ડિઝાઈન કરી હતી.
ફિફા વર્લ્ડ કપની ટ્રોફીનો ઈતિહાસ ટુર્નામેન્ટ જેવો જ રોમાંચક છે. આ ટ્રોફી બે વખત ચોરાઈ પણ ગઈ છે. જોકે, બ્રાઝિલમાંથી ચોરાયેલી ટ્રોફી તેનું સોનુ મેળવવા માટે ઓગાળી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે, કેમ કે આ ટ્રોફી ચોરાયા બાદ ક્યારેય પરત મળી નથી. જોકે, સૌથી ટ્રોફીની ચોરી ઈંગ્લેન્ડમાં થઈ હતી. 1966માં ઈંગ્લેન્ડની યજમાનીમાં ફૂટબોલના મહાકુંભનું આયોજન થયું હતું. જેમાં ડિસ્પ્લે દરમિયાન લંડનમાંથી આ ટ્રોફી ચોરાઈ ગઈ હતી. અંતે એક સપ્તાહ બાદ એક પાળતુ કૂતરાએ આ ટ્રોફી શોધી હતી.
1966માં લંડનમાં ટ્રોફી ચોરાઈ ગઈfifa 3
1966માં ઈંગ્લેન્ડની યજમાનીમાં વર્લ્ડ કપ રમાયો હતો પરંતુ વર્લ્ડ કપ શરૂ થવાના થોડા દિવસ પહેલા જ લંડનમાં એક ડિસ્પ્લેમાંથી ટ્રોફી ચોરાઈ ગઈ હતી. સમગ્ર વિશ્વમાં આને લઈને હોબાળો મચી ગયો હતો. જોકે, એક સપ્તાહ બાદ થેમ્સ નદીના બેરેજમાં કામ કરતા ડેવિડ કોરબેટ નામના કર્મચારીના સાઉથ લંડન એપાર્ટમેન્ટ આગળથી આ ટ્રોફી મળી આવી હતી.
એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે મારા કૂતરા પિકલ્સે આ ટ્રોફી પ્રત્યે મારુ ધ્યાન દોર્યું હતું. ટ્રોફી એક ન્યૂઝપેપરમાં લપેટીને મૂકવામાં આવી હતી. મેં બાદમાં પોલીસને જાણ કરી હતી. કોરબેટને 3,000 પાઉન્ડનું ઈનામ આપવામાં આવ્યું હતું અને તેનો કૂતરો પિકલ્સ નેશનલ સેલિબ્રિટી બની ગયો હતો. ઈંગ્લેન્ડ માટે બીજી મોટી વાત એ હતી કે આ ટુર્નામેન્ટમાં તે ચેમ્પિયન બન્યું હતું.
બ્રાઝિલની ટ્રોફી ચોરી કરીને ઓગાળી દેવામાં આવી
ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ બ્રાઝિલને જૂલ્સ રિમેટ ટ્રોફી આપી દેવામાં આવી હતી પરંતુ 19 ડિસેમ્બર 1983માં રિયો ડી જાનેરોમાં આવેલી બ્રાઝિલિયન સોકર કોન્ફડરેશનની ઓફિસથી ટ્રોફી ચોરાઈ ગઈ હતી. બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ ટ્રોફી પરત કરવા માટે અપીલ કરી હતી. જોકે, બાદમાં પોલીસને ખબર પડી હતી કે ટ્રોફીમાંથી સોનુ મેળવવા માટે રિયો ડી જાનેરોની એક ઝૂંપડપટ્ટીમાં ઓગાળી દેવામાં આવી હતી. .આ ઘટનામાં પોલીસે ત્રણ બ્રાઝિલિયન અને એક આર્જેન્ટિનાના નાગરિકની ધરપકડ કરી હતી
બેલિનિએ પ્રથમ વખત ટ્રોફીને હવામાં ઊંચી કરી હતી.
fifa 1
1958માં સ્વીડનમાં રમાયેલા વર્લ્ડકપમાં ટ્રોફીને લઈને એક નવી પરંપરાની શરૂઆત થઈ હતી.
આ વર્લ્ડ કપમાં બ્રાઝિલ ચેમ્પિયન બન્યું હતું અને ત્યારે બ્રાઝિલના કેપ્ટન હિલ્ડેરાલ્ડો બેલિનિને કેટલાક ફોટોગ્રાફરે વિનંતી કરી કે તેઓ જૂલ્સ રિમેટ ટ્રોફી યોગ્ય રીતે દેખાય તે રીતે તેને પકડી રાખે. ત્યારે બેલિનીએ ટ્રોફીને હવામાં અધ્ધર ઊંચી કરી હતી. ત્યારબાદ ટ્રોફીને હવામાં ઊંચી કરવાની પરંપરા શરૂ થઈ હતી અને પ્રત્યેક વર્લ્ડ કપ વિજેતા સુકાનીએ તેમ કરવાનું શરૂ કર્યું હતું..
હિટલરના લશ્કરથી બચાવવા ટ્રોફી જૂતાના બોક્સમાં સંતાડવામાં આવી હતી.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ટ્રોફી 1938ના ચેમ્પિયન ઈટાલી પાસે હતી. ફિફાના ઈટાલિયન ઉપ-પ્રમુખ ઓટ્ટોરિનો બારાસીએ ટ્રોફીને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર અને તેના નાઝી લશ્કરથી બચાવવા તેને રોમની એક બેન્કમાંથી લાવીને પોતાના પલંગની નીચે એક જૂતા મુકવાના બોક્સમાં સંતાડી દીધી હતી. જેથી કરીને આ ટ્રોફી નાઝી લશ્કરના હાથમાં આવી ન જાય અને તે તેનો નાશ ન કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.