ક્રિકેટ ઉપરાંત ચેસ, કબડ્ડી, કેરમ, ટેબલ ટેનીસ જેવી રમતો રમાશે
સહકાર ક્ષેત્રની બે અગ્રણી સંસ્થાઓ, ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ના સંયુકત ઉપક્રમે સહકાર રમતોત્સવનું આયોજન થયું છે અને તે અંતર્ગત ક્રિકેટ મેચ યોજાઈ હતી. રાજકોટમાં ક્રિકેટ મેચમાં રનનાં વરસાદ સાથે રોમાંચક રીતે દિવસભર રસાકસીભર્યા જંગમાં દરેક ટીમે લડાયક મુકાબલો કર્યો હતો. ક્રિકેટ મેચમાં વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની સામે જીવન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક, જુનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની સામે ગોંડલ નાગરિક સહકારી બેન્ક લિ., ધી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની સામે ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિ., રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની સામે ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ, ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની સામે કોડીનાર તાલુકા બેન્કીંગ યુનીયન, સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની સામે ગાંધીધામ મર્કટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લિ., કુલ ૧૨ ટીમો રમી હતી. ક્રિકેટ મેચ રાજકોટ, અમદાવાદ, સુરત અને મહેસાણા ખાતે યોજાયેલ છે. હવે પછીનો મેચ જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે યોજાશે.
જયોતીન્દ્રભાઈ મહેતા અને અજયભાઈ પટેલે જણાવ્યું હતુંકે, ક્રિકેટ અને દરેક રમત ખેલદીલીશીખવે છે. હાર-જીત એ ફકત રમતનો જ ભાગે છેપરંતુ તેને પચાવતા આવડે તો આપણે જ ફાયદો થાય છે. પ્રથમ વખત જયોજાયેલ સહકાર રમતોત્સવથી સહકારી ક્ષેત્રમાં ભાતૃભાવ વધુને વધુ મજબુત બનશે.રાજકોટ ખાતે યુરોપીયન જીમખાના ક્રિકેટ મેદાન ખાતે યોજાયેલ આ મેચમાં જયોતીન્દ્રભાઈમહેતા, ઉર્વીબેન મહેતા ,નરેન્દ્રસિંહ જાડેજા,દિપકભાઈ મહેતા, સખીયા, પુરુષોતમભાઈ પીપળીયા, હારીતભાઈ મહેતા, વિક્રમભાઈ તન્ના,રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માંથી નલિનભાઈ વસા, જીવણભાઈ પટેલ, જીમ્મીભાઈ દક્ષિણી, કિશોરભાઈ મુંગલપરા, હરીશભાઈ શાહ, રાજેન્દ્રભાઈ ગઢવી, અલ્પેશભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહીખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડયું હતું. સહકાર રમતોત્સવમાં ક્રિકેટ,ચેસ, કબડ્ડી, કેરમ અને ટેબલટેનિસ રમાડવાનું આયોજન છે. ‘સહકાર રમતોત્સવ’ને અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા સ્પોન્સર કરાયેલ છે.