- જંગલ મધ્યે આવેલી ‘માં–બાપ’ વિનાની કંપનીમાં લઇ જઈ ગોંધી રાખ્યા : રૂ.1.90 લાખ પણ પડાવી લીધા
- છેતરપિંડીનો શિકાર થયાની જાણ થતાં ત્રણેય યુવાને જંગલના રસ્તે ઈમિગ્રેશન ઓફિસે પહોંચ્યા : માંડ વતનની વાટ મળી
- રાજકોટ શહેરના મેહુલ અને ધોરાજીના રિઝવાન વિરુદ્ધ ધોરાજી પોલીસે ગુનો નોંધ્યો : ધરપકડની તજવીજ
બેંગકોકમાં નોકરીની લાલચ આપી ધોરાજીના ત્રણ યુવાનોને બેંગકોક લઇ જઈ સાયબર ફ્રોડ કરવા કામે લગાડી દેવાયાનો બનાવ સામે આવ્યો છે. ત્રણેય સાથે 1.90 લાખની છેતરપીંડી થતાં પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આરોપી રિઝવાને ત્યાં એસી ઓફિસમાં બેસી કોમ્પ્યુટરનું કામ કરવાનું છે, તેવું કહીં ઊંચા પગારની લાલચે યુવાનોને ફસાવ્યા હતા. બાદમાં ત્યાં જંગલમાં આવેલ એક નામ વગરની કંપનીમાં લઇ જઈ ગોંધી રાખ્યા હતાં. જે બાદ છોકરીના નામ વાળી કોમન આઈડી પરથી કોઈપણ પ્રોફાઈલ જોવાની, ફ્રોડ કરવા માટે દરેક વ્યક્તિએ ત્રણ કેરેક્ટર ડેવલોપ કરવાનું ટાસ્ક આપતાં છેતરાયાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે ધોરાજીમાં ત્રણ દરવાજા પાસે નાગાણીસામાં રહેતાં સીદીક જાફરમીયા સૈયદ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રિજવાન ઝીકર કપડવંઝી અને મેહુલ નામના શખ્સનું નામ આપતા ધોરાજી પોલીસે બીએનએસ 3(5), 143(3),318(4) તેમજ આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં ધોરાજીમાં ગેલેક્સી એન્ટરપ્રાઇઝ સેમસંગ પ્લાઝામાં ટેકનિશિયન તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેના મિત્ર અદનાન મુનાવર નાગણીએ બેંગકોકમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરવાની સારી તક છે, પગાર ધોરણ પણ સારો મળે છે તેવી વાત કરતાં તેને કહેલ કે, આ નોકરીની ઓફર ક્યાંથી આવી છે? તે બાબતે તપાસ કરીએ જેથી અદનાને પોતાના પિતાને આ નોકરીની વાત પોતાના મિત્ર વર્તુળમાંથી મળેલ છે અને રિઝવાન નામનો માણસ ધોરાજીના લોકોને બેંગકોક ખાતે સારામાં સારા પગાર વાળી નોકરી અપાવડાવી દેશે એવી વાતો કરે છે.
જેથી અદનાને આ રિઝવાન કપડવંજી સાથે નોકરી બાબતે મેસેજથી વાતચીત કરેલ તે મેસેજ બતાવ્યો હતો. જેથી ફરિયાદીને પણ નોકરીની વાતમાં રસ પડતા વોટ્સએપ મેસેજથી રિઝવાનને નોકરીની વાતચીત ચાલુ કરેલ હતી. તેણે આ નોકરી માટે 60 થી 70 હજાર રૂપિયાની તૈયારી રાખવા જણાવ્યુ હતું. જે વાતચીતમાં રિઝવાન દ્વારા કોમ્પ્યુટર તથા ઇંગ્લીશ બંનેની બેઝિક જાણકારી હોવી જરૂરી છે, તેમજ પહેલા અમુક રૂપિયા અમને આપો તો તમારું ઝૂમ મીટીંગ દ્વારા ઇન્ટરવ્યુ કરાવવાની ગોઠવણ કરાવું, જેથી તેને રૂ.35 હજાર ટ્રાન્સફર કરેલ જેથી રિઝવાને આપેલ સુચના મુજબ ઝુમ એપ ડાઉનલોડ કરેલ અને થોડા દિવસો બાદ રીઝવાને ઝુમ મીટીંગની લીંક વોટ્સએપથી મોકલેલ હતી. જે લિંક ખોલતાં મીટીંગ દ્વારા લેવામાં આવનાર ઇન્ટરવ્યુમાં સામેલ થઈ ગયેલ તેમાં ધોરાજીથી ત્રણ વ્યક્તિ અદનાન નાગાણી તથા અબ્દુલ કાદિર જોડાયેલ હતા.
ઇન્ટરવ્યૂ લેનાર કોઈ સ્ત્રી હતી, જેનો માત્ર અવાજ જ સંભળાતો હતો, ઝુમ મીટીંગ દરમિયાન જ ધોરાજીમાં રહેતો અબ્દુલ કાદીર પણ આ નોકરી માટે તૈયાર છે તેવી જાણ થયેલ હતી. ઇન્ટરવ્યૂમાં સામાવાળા ઇન્ટરવ્યૂ લેનાર તરફથી અમારી તમામ માહિતીઓ લેવામાં આવી હતી. પાછળથી વાતચીત દરમિયાન જાણવા મળેલ કે, રિઝવાને તેમની અને અદનાન પાસેથી વ્યક્તિ દીઠ રૂ.60 હજાર તથા અબ્દુલ કાદિર પાસેથી રૂ.30 હજાર એમ કુલ રૂ.1.90 લાખ એજન્ટ તરીકે લીધેલ હતા. ત્યારબાદ ત્રણેક દિવસ બાદ રિઝવાન કપડવંજીનો કોલ આવેલો કે, તમે ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા છો. ગમે ત્યારે અહીંયાથી તમારી ટિકિટ બુક થઈ જશે. નોકરી દરમિયાન મળતી સુવિધાઓ, નોકરીના કલાકો, કામકાજ વગેરે બાબતે પૂછતા રિઝવાન જણાવતો હતો કે, એસી ઓફિસમાં બેસી કોમ્પ્યુટરનું કામ કરવાનું છે, અહીંયા મોલ, ગાર્ડન, રેસ્ટોરન્ટ, વગેરે જેવી સુવિધાઓ છે, જે રિઝવાને વિડીયો કોલમાં બતાવ્યું હતું.
થોડા દિવસ બાદ ટિકિટની પીડીએફ મોકલતા તેમાં ત્રણેયની મુંબઈથી વિવતનામ એરલાઇન્સની ટિકિટ હતી તે મુજબ પહેલા રાજકોટ ત્યાંથી ટ્રેન મારફતે મુંબઈ તથા ત્યાંથી તા. 13 ડિસેમ્બરના મુંબઈ એરપોર્ટ થી આગળ જવા નીકળેલ હતા. મુંબઈ એરપોર્ટથી નીકળતી વખતે રિઝવાને કહેલ કે, હું તમને મેહુલનો સંપર્ક આપું છું, જે મારો બોસ છે અને આગળની સુચના તમને મેહુલ આપશે. ત્યારબાદ મેહુલે વોટ્સએપ વોઇસ કોલ અને મેસેજથી આપેલી સૂચના મુજબ નોકરીના સ્થળે પહોંચવાનું હતું. અગાઉ નક્કી થયા મુજબ ફ્લાઇટથી રવાના થઈ 14 મી ડિસેમ્બરે વિયતનામ થઈ ત્યારબાદ બેંગકોકના બપોરના એકાદ દોઢ વાગ્યે સ્વર્ણભૂમિ એરપોર્ટ ખાતે ઉતરેલ અને ત્યાંથી રિઝવાન અને મેહુલ દ્વારા અપાયેલી સૂચના મુજબ એરપોર્ટ ખાતેનું વાઇફાઇ કનેકટ કરી મેહુલને વોઇસ કોલ કરી કહેલ કે, તમારા કહેવા મુજબ ઈમિગ્રેશનની પ્રોસેસ પૂરી કરી લીધેલ છે. ત્યારબાદ એક અજાણી ટેક્સી એરપોર્ટ પર લેવા આવેલ અને તેઓ ટેક્સીમાં જવા રવાના થયેલ હતાં.
આશરે છ કલાકની મુસાફરી બાદ રાત્રી રોકાણ એક હોટલ ખાતે કરેલ જે ત્યારબાદ મેહુલે એક બીજી ગાડીનો ફોટો મોકલેલ જે બીજા દિવસે બેંગકોકના સમય મુજબ સવારે આઠેક વાગ્યે હોટેલથી લઈને નીકળેલ અને થાઈલેન્ડ, મ્યાનમાર બોર્ડર સુધી પહોંચાડેલ હતા. ટેક્સીવાળાએ એક ત્રણ માળના મકાનમાં જવા ઇશારાથી સમજાવેલ હતો. ત્યારબાદ તેઓ આ જગ્યા પર ફસાઈ ગયા હોય એવું લાગતા ડરી ગયેલ અને મકાનના વાઈ–ફાઈ સાથે મોબાઈલ કનેક્ટ કરી અમારે નોકરી નથી કરવી તેવું મેહુલને જણાવવા પ્રયત્ન કરેલ પરંતુ તેને સમજાવેલ કે, મારી ગાડી ખરાબ છે નહીંતર હું જ તમને લઈ જાત કહીં વિશ્વાસ અપાવી તેમણે તેમને લેવા આવેલ લોકો સાથે આવી જવા સમજાવેલ હતું.
જેથી તેનો વિશ્વાસ રાખી તેઓ બોટ અને ગાડીઓ મારફતે બોટમાં બેસી મ્યાનમાર બોર્ડર ક્રોસ કરેલ ત્યાંથી કોઇ નામ વગરની મોટા ગેઇટ વાળી કંપનીની જગ્યા પર લઈ ગયેલ અને ચારેયને ગાડી પાસે ઉભા રાખી અને મહિલા એચઆર મેનેજરે તરીકે અંગ્રેજીમાં ઓળખ આપી પોતાની કારમાં કંપનીની અંદર લઈ ગયેલ અને એગ્રીમેન્ટ કરાવેલ જેમાં લખાણ પણ થાઈ ભાષામાં લખવામાં આવ્યું હતું. જેમાં ફરીયાદી અને અદનાનની સાઇન કરેલી પરંતુ અબ્દુલ કાદિરને ટાઈપીંગ કામમાં અને અંગ્રેજીમાં પૂછતા તે સરખો જવાબ ના આપી શકતા તેને વધુ ટ્રેનિંગ માટે દસ દિવસ રાખેલ હતો. જે મુજબ એચઆર તથા મેહુલને જો અબ્દુલ કાદિર સાથે એગ્રીમેન્ટ ન કરવામાં આવે તો અમારે પણ કામ નથી કરવું એવું જણાવ્યું હતું પરંતુ ત્રણેયને સીધા સ્ટાફના ફાળવેલા રૂમોમાં શીફ્ટ કરી દીધા હતા જ્યાં ભોગ બનનારા યુવકો સિવાય અન્ય ભારતીય લોકો પણ હતા. જે લોકો નાઈટ ડ્યુટી કરીને આવેલ હોય સુતા હતા.
ટિકિટ કરાવવાના બહાને ત્રણેય યુવકો નાસી ગયા
પાંચેક દિવસના કામકાજ દરમિયાન તેઓએ જાતે કોઈ ફ્રોડ કરેલ નહીં. તેમજ રિઝવાન કે મેહુલ બન્નેમાંથી કોઈને કંપની ખાતે પણ રૂબરૂ મળેલ ન હતા. રિઝવાન માટે તેના પરિવારે ધોરાજીથી મોકલેલ પાર્સલ લેવા પણ રીઝવાન આવેલ ન હતો. જેથી બંન્નેને વોઇસ કોલથી વાત કરેલ કે, અમારે અહીંયા કામ કરવું નથી, કહેતાં આશ્ર્વાસન આપ્યા રાખેલ. આ દરમ્યાન ત્રણેયે કામ કરવાનું બંધ કરી દીધેલ, પરંતુ અદનાને કામ ચાલુ રાખેલ અને સુપરવાઇઝરને અમારે કામ નથી કરવું અને મારી વાઇફની તબિયત બગડતા મારે જવું જ પડશે તેવું જણાવતા અમારી ટીકીટ કરાવવાના બહાને ત્રણેયના પાસપોર્ટ તથા મોબાઈલ તેમજ રોકડ લઈ લીધેલ અને કપડાં વગેરે સામાન સાથે કંપનીની બહાર કાઢી એક કારમાં બેસાડી લઈ ગયેલ અને ખુબ હેરાન થયા બાદ ત્યાંથી નીકળી શકેલ હતાં.
છોકરીના નામવાળી આઇડી પરથી પ્રોફાઈલ જોવાની અને પછી ફ્રોડ કરવા ટાસ્ક અપાયા
રૂમમાં હાજર અન્ય નોકરી કરતા લોકો પાસેથી ત્યા કરવામાં આવતા ફ્રોડ તેમજ અન્ય કામોની તથા ટોર્ચરની વાતો સાંભળી તેઓ ડરી ગયેલા અને મેહુલ અને રિઝવાનને પાછા જવા માટે પુછવાનુ શરૂ કરેલ. ફરિયાદીને કંપની દ્રારા ’ડે’, કાદીરને ’મા’ અને અદનાનને ’માર્ટી’ નામ આપેલા હતા. આ નામના સ્ટીકર લગાવેલા આઈફોન ત્રણેયને આપેલા હતા. સૌપ્રથમ કામ શીખવાડવા જણાવેલ કે, અમારે કોઈ છોકરીના નામ વાળી કોમન આઈડી પરથી કોઈપણ પ્રોફાઈલ જોવાની અને આગળ ફ્રોડ કરવા માટે દરેક વ્યક્તિએ ત્રણ કેરેક્ટર ડેવલોપ કરવાનું ટાસ્ક અપાયું હતું.
કેમ્પમાંથી નીકળી ગયા બાદ આર્મીના જવાનોનો ભેટો થઇ જતાં વતન પરત ફરવાનો માર્ગ મોકળો થયો
તેઓ કેમ્પમાંથી નીકળી જંગલ તરફથી નીકળ્યા ત્યારે એક આર્મી વાળાએ પરિવારના લોકો સાથે કોલ એપથી વાત કરવા દીધેલ. પરંતુ ત્યાના લોકો સાથે વાત કરવા ગુગલ ટ્રાન્સલેટ કરવા મોબાઈલનો ઉપયોગ કરતા હતા ત્યાંથી જંગલના રસ્તે ચાલીને નીકળેલ. ત્યાના એક સ્થાનીકે તેઓની ભાષા ન સમજતા ત્યાં થાઈ આર્મી બોલાવેલ, પૂછપરછ કરતા ભાષા ના સમજતા ગૂગલ ટ્રાન્સલેટની મદદથી થાઈ આર્મીને આપવીતી જણાવી ત્યારબાદ લોકોએ પાણી અને ખાવાનું આપ્યું હતું. બાદમાં જરૂરી ફોટા ખેંચી, બેગ ચેક કરી, આર્મી કેમ્પ તરફ લઈ ગયેલા ત્યાંથી બીજી ગાડીમાં બેસાડી ઈમીગ્રેશન ખાતે લઈ ગયેલ હતાં