ટીંબડી ગામે સંબંધીને ત્યાં ભજન સાંભળી પરત આવતા ગમખ્વાર અકસ્માત સજાર્યો: અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો
ધ્રોલ-લતીપર રોડ પર ગોકુલપરા પાસે મોડીરાતે ટ્રક અને કાર સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટીંબડીના બે ગરાસીયા યુવાનના અને પીઠડના બોરીચા યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ગોજારા અકસ્માતમાં એક ગરાસીયા યુવાનની હાલત ગણાવવામાં આવી રહી છે. ટીંબડી ગામે સંબંધીને ત્યાં ભજનપરત આવતા નડેલા જીવલેણ અક્સ્માતમાં એક સાથે ત્રણ યુવાનના મોતના કારણે ટીંબડી અને પીઠડ ગામે ગમગીની સાથે અરેરાટી મચી ગઇ છ.ે અકસ્માતના કારણે આઇ-20 કારનો બુકડો બોલી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ-લતીપર રોડ પર આવેલા ગોકુલપરા પાસે મોડીરાતે આર.જે.04 જીસી. 1707 નંબરનો ટ્રક અને જી.જે.03 એલજી. 9326 નંબરની આઇ-20 કાર સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા પીઠળ ગામના લાલજીભાઇ દેવદાનભાઇ ગોગરા, ટીંબડીના યુવરાજસિંહ જગતસિંહ જાડેજા અને જયદિપસિંહ અનિરુધ્ધસિંહ જાડેજાના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મિેત નીપજ્યાનું અને વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
લાલજીભાઇ ગોગરાના ટીંબડી ગામે રહેતા સંબંધીનું અવસાન થતા ગતરાતે ભજનનો કાર્યક્રમ હોવાથી ચારેય મિત્રો ટીંબડી ગામે ભજન સાંભળવા ગયા હતા ત્યાર બાદ ચારેય મિત્રો ધ્રોલ નાસ્તો કરવા અને કારમાં ગેસ પુરાવવા માટે આવ્યા હતા ત્યારે સાડા બાર વાગે લાલજીભાઇના ભાઇ લખમણભાઇ ગોગરાએ મોબાઇલમાં વાત કરી હતી ત્યારે લાલજીભાઇએ પોતાના મિત્રોને ટીંબડી મુકીને થોડીવારમાં આવતા હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન અડદા કલાક બાદ લાલજીભાઇના મોબાઇલમાંથી અજાણ્યા શખ્સે વાત કરી અકસ્માતનો બનાવ ગોકુલપરા પાસે બન્યાનું અને તાત્કાલિક ત્યાં આવી જવાનું જણાવતા લખમણભાઇ ગોગરા ગોકુલપરા ગામે ગયા હતા. ત્યારે 108 ઇમરજન્સી એમ્બ્યુલશ પણ આવી ગઈ હતી. તેના સ્ટાફ દ્વારા લાલજી ગોગરા, યુવરાજસિહ જાડેજા અને જયદિપસિંહ જાડેજાના મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું. જ્યારે વિક્રમસિંહ જાડેજાની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જણાવ્યું હતું.
જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પીઠડળના લખમણભાઇ દેવદાનભાઇ ગોગરાની ફરિયાદ પરથી આર.જે.04જીસી.1707 નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.એસ.આઇ. પી.જી.પનારાએ ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
ગમખ્વાર અકસ્માતમાં એક સાથે ત્રણ યુવાનના મોત નીપજતા પીઠળ અને ટીંબડી ગામમાં શોક છવાઇ ગયો છે. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો હતો.