હળવદ તાલુકાના રણજીત ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે કાર પર ટ્રક ચડાવી દેતા ડ્રાઈવર સહિત ત્રણ પાટીદાર યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તેમજ ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. આ મૃતકોમાં ભાવેશ માવજી પટેલ(ઉ.વ.21), પરેશ બાબુભાઈ પટેલ(રહે મુંબઈ, ઉ.વ.20), પ્રકાશ કરશનભાઈ પટેલ(ઉ.વ.22)નો સમાવેશ થાય છે.જ્યારે ઈજાગ્રસ્તોમાં જય મોહનભાઈ શિરીયા(ઉ.વ.20), શૈલેષ દેવરાજ બાંદરીયા(ઉ.વ.22) અને કલ્પેશ ભીખાભાઈ ગોઠી(ઉ.વ.20)નો સમાવેશ થાય છે.

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો આ અકસ્માત રાપરથી અમદાવાદ તરફ જતા હળવદ નજીક થયો હતો. રવિવારની રાત્રે 3 વાગ્યે 6 વ્યક્તિઓ રાપરથી કાર લઈને નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ રણજીતગઢ ગામના પાટિયા નજીક પહોંચ્યા હતા.

જ્યાં હળવદથી માળીયા તરફ જઈ રહેલો ટ્રક કાર પર ચડી જતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યાર બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.