રાજ્યમાં ગણપતિ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ રાજ્યભરમાં યોજાયો હતો . રાજ્યભરમાં જુદાજુદા સ્થળોએ વહિવટી તંત્ર ત્થા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા મૂર્તિ વિસર્જન અર્થે વિશેષ વ્યવસ્થાએ ગોઠવવામાં આવેલ જેમાં શકય હોય ત્યાં સુધી વિસર્જન સમયે સર્જાતી દુર્ઘટનાઓ ટાળવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવા સાથે ફાયર બ્રિગેડના તરવૈયાઓને ખડે પગે રાખવામાં આવેલ હતા . રાજ્યભરમાં લાખો શ્રધ્ધાળુઓની ઉપસ્થિતીમાં ઠેરઠેર વિસર્જન યાત્રા રંગેચંગે જાહેર માર્ગો પરથી પસાર થઈ વિસર્જન સ્થળે પહોચેલ હતી .
તમામ સુરક્ષાની વ્યવસ્થા તેમજ તકેદારીઓ રાખવા છતા ગણપતિ વિસર્જન યાત્રામાં રાજકોટ નજીક યુવકનું, પ્રાંતિક પંથકમાં બે અને ખંભાળમાં મૂર્તિને વીજ તાર સ્પર્શી જતા બે યુવકના મોત નિપજયા હતા.. જેમા પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠાના પ્રાંતિજ નજીક નદીમાં ડૂબી જતા 2 યુવાન , રાજકોટમાં જખરાપીરની દરગાહ નજીક પાણીમાં ડૂબી જતા પ્રૌઢનુ તેમજ ખંભાતમાં વિસર્જનયાત્રા દરમ્યાન ગણપતિની મૂર્તિ જીવંત વિજવાયરે સ્પર્શી જતા વિજશોક લાગતા 2 યુવાનના મોત નિપજેલ તેજ વિજશોકથી 3 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા .
પ્રાંતિજ નજીક બે યુવાન, રાજકોટમાં પ્રૌઢનુ ડૂબી જતા મોત , ખંભાતમાં મૂર્તિ વીજતારને સ્પર્શી જતા 2 યુવાન મોત
રાજકોટ શહેરના સિમાડે પાળ ગામ નજીક આવેલ જખરાપીરની દરગાહ પાસે ગણપતિ વિસર્જન કરવા આવેલા પૈકી દિનેશ રામોલીયા ( 50 ) પ્રૌઢ પાણીમાં લાપતા બનતા ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની ભારે શોધખોળ બાદ તેમનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢેલ હતો . પ્રાંતિજ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ નજીક તાજપુર ગામે ગણેશ વિસર્જનકરવા આવેલા લોકોની ભીડમાં મૂર્તિ વિસર્જન સમયે પાણીમાં ડૂબેલા જગદીશ મેલાભાઈ રાવળ તેમજ પોતાના મામાને ઘરે ગાંધીનગરના પીપલોદથી આવેલ રાજેશ લાલજી મકવાણાનુ ડૂબી જતા મોત નિપજેલ છે . આણંદ જીલ્લાના ખંભાત શહેરના લાડવાળા વિસ્તારમાં ઓમ મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવેલ ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન વાહનમાં રાખવામાં આવેલ મૂર્તિ જીવંત વિજવાયરને સ્પર્શી જતા મૂર્તિ સાથે સંપર્ક રાખી બેસેલા પાંચ યુવકોને વિજશોકનો જોરદાર ઝટકો લાગતા 2 યુવાન સંદિપ ઠાકોર ત્યા અમિત ઠાકોરના મોત નિપજેલ તેમજ દર્પણ ઠાકોર , નિરવ ઠાકોર અને અન્ય એક યુવાનને વિજશોક લાગતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ એક યુવાનની હાલત નાજુક હોવાનુ જાણવા મળેલ.