સંકલ્પથી સિદ્ધિ તરફ નિરંતર આગેકુચ
વિજયભાઈ રૂપાણીએ ૭ ઓગસ્ટ ૨૦૧૬નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા: ત્રણ વર્ષમાં સરકારે સતત લોકો માટે નિર્ણય લીધા, લોકો માટે જ કામ કર્યું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રગતીશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મુખ્યો આધારિત ચાર મુખ્ય સ્તંભ પર કામ કરતી સરકાર આજે ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ૭ ઓગસ્ટ ૨૦૧૬નાં રોજ વિજયભાઈ રૂપાણીએ શપથ લીધા ત્યારથી આ સરકાર સતત લોકો માટે જે કામ કરી રહી હોય તેવી ખરાઅર્થમાં પ્રતિતિ ગુજરાતની સાડા છ કરોડની જનતાએ કરી છે. રાજયનાં છેવાડાનાં માનવીને વિકાસ યાત્રામાં જોડવાનો નમ્ર પ્રયાસ કરાયો છે. માનવી આજે અબોલ પશુઓની પણ ખેવના કરવામાં આવી છે. ટુંકમાં રૂપાણી સરકારને જીવદયાપ્રેમી સરકારનું બિરૂદ આપવામાં આવે તો જરા પણ અતિશિયોકિત નથી. રાઉન્ડ ધી કલોક સરકારે જનતાની ખેવના કરી છે. પુરપ્રકોપનાં સમયે મુખ્યમંત્રી લોકોની વચ્ચે રહ્યા હતા. વાયુ વાવાઝોડા વખતે પણ સરકારનાં જડબેસલાક આયોજનથી વાવાઝોડાએ પણ દિશા બદલી નાખવી પડતી હતી. સરકારની કામગીરીથી ગુજરાતની જનતા એટલી તો ખુશ થઈ કે લોકસભા-૨૦૧૯ની ચુંટણીમાં ફરી રાજયની તમામ ૨૬ બેઠકો પર વિક્રમી લીડ સાથે કમળ ખીલવી દીધા. સરકારની કામગીરીથી જન-જન ખુશ છે. નિર્ણાયક નેતૃત્વનાં ત્રણ વર્ષ પૂર્ણ થતા આજે રૂપાણી સરકાર પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
ગૌહત્યા અટકાવવા કડક કાયદો બનાવ્યો, ગુજરાતનો વિકાસ દર ૧૦.૪ ટકા રહ્યો, ગરીબ અને મધ્યમ વર્ગનાં પરીવારોનાં હિતને પ્રાધાન્ય આપીને સુચિત સોસાયટી અને યુએલસીની ફાજલ જમીન માટે માલિકીના હકકો આપ્યા, ઓનલાઈન એનએ, ઓનલાઈન લેઆઉટ નકશા સિસ્ટમ અને એન્ટી કરપ્શન બ્યુરોનું મજબુતીકરણ કર્યું, શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ, સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉતર ગુજરાત માટે સુજલામ-સુફલામ, દરિયાઈ વિસ્તારો માટે ડીસેલીનેશન પ્લાન્ટ, વરસાદી પાણીનાં સંગ્રહ માટે સુજલામ-સુફલામ જળ અભિયાન, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું વર્ષોથી ચાલતું કામ સંપન્ન, દિકરીઓનાં જન્મદર વધે તે માટે વહાલી દીકરી યોજના, વિધવા પેન્શન, અન્નપૂર્ણા યોજના, મહિલાઓ માટે ૩૩ ટકા અનામત, નવી ૬ મેડીકલ કોલેજોમાં ૨૨૦૦ બેઠકોનો વધારો, પ્રવાસન: વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડા બેટમાં સીમા દર્શન, રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ, સાસણમાં સિંહ દર્શન, દાંડીમાં વર્લ્ડ કલાસ ગાંધી એકિઝબિશન, બાલાસિનોરનું ડાયનાસોર પાર્ક અને કચ્છનું સફેદ રણ, યુવાધનને નશાખોરીથી બચાવવા માટે હુકકાબાર ઉપર પ્રતિબંધ અને દારૂબંધીનો કડક કાયદો, ડ્રગ્સના સેવનને રોકવા વ્યાપક પગલાઓ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરીવારોને લાખોની સંખ્યામાં સુવિધાયુકત પાકા મકાનો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનેગારો ઉપર બાજ નજર રાખવા રાજયનાં તમામ શહેરોમાં સીસીટીવી કેમેરા સર્વેલન્સ નેટવર્ક, ખેડુતોને ઝીરો ટકાનાં વ્યાજથી ધિરાણ: રૂા.૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ અને રૂા.૮,૫૦૦ કરોડથી વધુનાં કૃષિ ઉત્પાદનની સરકાર દ્વારા દેશનાં ભાવે ખરીદી, પ્રદુષણ રોકવા સૌર ઉર્જા, ટાઈડલ ઉર્જા, રૂફટોપ સોલાર પ્લાન્ટ, વીન્ડ પાવર જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં ગુજરાત સૌથી મોખરેે, ગરીબ લોકોને સારવાર તેમજ ઓપરેશન માટે આયુષ્યમાન ભારત, મા અમૃતમ, માં વાત્સલ્ય યોજનાથી લાખો પરિવારોને આર્થિક મદદ, સરકારી નોકરીઓમાં દોઢ લાખ કર્મચારીઓની પારદર્શક પ્રક્રિયાની ભરતી, રોજગાર મેળાનાં માધ્યમથી ૧૫ લાખ યુવાનોને રોજગાર-સ્વરોજગારની તકો, દિવ્યાંગોનાં લાભાર્થે નિગમ, યોગનાં પ્રસાર માટે નિગમ, સામાજીક સમરસતા માટે બિનઅનામત નિગમ અને આયોગની રચના, વનબંધુઓનાં કલ્યાણ અર્થે પેસા એકટની અમલવારી અને વંચિતોને સાથણીની જમીનોની સોંપણીની વ્યાપક ઝુંબેશ અને મુંગ પશુ-પંખીઓ પ્રત્યે કરૂણા, દુષ્કાળના વર્ષમાં ૧૫ કરોડ કિલોથી વધુ ઘાસનું વિતરણ, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરાવી છે.
ત્રણ વર્ષનાં કાર્યકાળમાં સરકારની સંવેદનશીલતાથી ભરેલી સફર પર નજર કરવામાં આવે તો પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મુલ્યો આધારિત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસયાત્રા વધુને વધુ સુદ્રઢ બનાવનાર વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકેનાં ૧૦૧ મુખ્ય કામકાજ પર નજર નાખીએ તો ખ્યાલ આવી જશે કે સાડા છ કરોડ ગુજરાતીઓની એક જ લાગણી-માંગણી મુખ્યમંત્રી તરીકે તો માત્રને માત્ર વિજયભાઈ રૂપાણી શું કામ છે ?
વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં સૌ પ્રથમ વખત સી.એમ ડેશબોર્ડ કાર્યરત થયું, સોલાર રૂફટોફ સીસ્ટમ યોજના સફળ, ડિસેલિનેશન પ્લાન્ટનું સ્થાપન, ડીપસી પાઈપલાઈન પ્લાન્ટનું સ્થાપન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન થયું, ખેડુતોને કરવેરા અને વીજજોડાણ માફી યોજના, ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ, ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી, ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના, સિંચાઈથી લઈ ઘાસચારની સવલત, પાણી, વીજળી, ખાતર બારેમાસ, સૂર્યશક્તિ કિસાન યોજના, બે નવી વેટરનરી પોલીટેકનીક, ૧.૫૦ કરોડ પશુઓનું રસીકરણ, અછતગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ, નવી કૃષિ યુનિવર્સિટી સ્થાપના-મંજૂરી, યુવાનો માટે અને શિક્ષણ-રોજગારી માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીશસીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ૩૦ લાખથી વધુ કારખાનાઓનો વિકાસ, બિનઅનામત આયોગની રચના, સાયકલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ, સ્માર્ટબોર્ડ, ઈ-ક્લાસ, ઈ-લાયબ્રેરી સુવિધા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, મિશન વિદ્યા અભિયાન, નવી કોલેજ, યુનિર્સિટી મંજૂરી, ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં ત્રણ ગણો વધારો, દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય, ૭૫૦થી વધુ કૌશલ્ય નિર્માણ કેન્દ્રો શરૂ થયા, ટ્યુશન ફી સહાય, સ્ટાર્ટ અપ ઈનોવેશન યોજના, ઈનસ્કૂલ, શક્તિસ્કૂલ યોજના, ખેલે ગુજરાત અને વિકલાંગ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે.
વિજય જેવા ભાઈએ મહિલા માટે ચિરંજીવી યોજના, પોષણક્ષમ આહાર યોજના, દૂધ સંજીવની યોજના, આશાવર્કર-આંગણવાડી બહેનોના વેતનમાં ૫૦ ટકાનો વધારો, વિધવા બહેનો નાણાકીય સહાયમાં વધારો, ૧૮૧ અભયમ યોજના, વહાલી દીકરી યોજના, જનની સુરક્ષા યોજના, લગ્ન માટે નાણાકીય સહાય, ક્ધયાઓને વિનામૂલ્યે શિક્ષણ, હોસ્ટેલ અને ભોજનની સુવિધા, ૨૭૦ મહિલા અદાલતો કાર્યરત, મહિલા રોજગાર મેળા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા આરક્ષણ, સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ, સરસ્વતી સાધના યોજના અને મહિલા સ્કોલરશીપ યોજના અમલમાં મુકી છે.
મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, બોટ એમ્બ્યુલન્સ સેવા, ઓરી-રૂબેલા રસિકરણ અભિયાન, ૨૫૦થી ૬૪૨ પ્રકારની આરોગ્યરક્ષક દવાઓ વિનામૂલ્યે આપી, મુખ્યમંત્રી નિદાન યોજના, જનઔષધિ કેન્દ્ર, મેડિકલ એજ્યુકેશન પોસ્ટ ગ્રેજ્યુએટની ૧૦૯ બેઠકો, હોમિયોપેથીકમાં ૧૭૫ બેઠકો, આયુર્વેદમાં ૫૪૦ બેઠકોનો વધારો, અકસ્માતનાં પ્રથમ ૪૮ કલાક દરમિયાન રાજ્યની કોઈપણ સરકારી કે બિનસરકારી હોસ્પિટલમાં ૫૦૦૦૦ સુધીની નિ:શુલ્ક સારવાર, ગુજરાતને રાજકોટમાં એઈમ્સ અને ની રિપ્લેસમેન્ટ, હીપ રીપ્લેસમેન્ટ માટે એક પગના ૪૦ હજાર અને બે પગના ઓપરેશન માટે ૮૦ હજારની સહાય આપવાની યોજના આવી છે.
નરેન્દ્રભાઈ મોદીનાં મોડેલ સ્ટેટને વિજયભાઈ રૂપાણીએ તો બનાવ્યું રોલમોડેલ સ્ટેટ : ગુજરાત માટે સુજલામ સુફલામ જળસંચય યોજના, સૌની યોજના, ડાયરેક્ટ ટ્રાન્સફર યોજના, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગાંધી મ્યુઝીયમ, ગાંધી એક્ઝિબિશન, સિંહદર્શન, ડાયનોસોર પાર્ક, સિંહ સંરક્ષણ અને કરુણા અભિયાન યોજના, શ્રવણ તીર્થ દર્શન યોજના, સ્વદેશ દર્શન સ્કીમ, ગૌહત્યા અટકાવવા કડક કાયદો, હુક્કાબાર અને દારુબંધીનો કડક કાયદો, દિવ્યાંગ નિગમ, યોગ આયોગની રચના અને સરકારી નોકરીઓમાં દોઢ લાખ કર્મચારીઓની ભરતી, શ્રમિક અન્નપૂર્ણા યોજના, ૪૫ લાખ શૌચાલયોનું નિર્માણ, મુખ્યમંત્રી આવાસ યોજના પાકા મકાનો બનાવ્યા, સીસીટીવી કેમેરા નાખ્યા, બિનખેતીની વ્યવસ્થા ઓનલાઈન કરી, ૨૪ કલાક બજાર ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો, પેટ્રોલ એને ડિઝલ પંપનાં પરવાનામાંથી મુક્તિ આપી, બે વર્ષમાં ૩૦૦ સીએનજી શરૂ થયા, લગ્નપ્રસંગે રાહતદરે એસટી બસની સુવિધા, સેવા સેતુ કાર્યક્રમ, ટેલેન્ટ પુલ યોજના, મુખ્યમંત્રી ગ્રામ સકડ યોજના, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સેફ એન્ડ સિક્યોર ગુજરાત યોજના, ૭૫ ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું, ૩૭ ઓવરબ્રીજ/અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ, બિલ્ડીંગ બાયલોજમાં સુધારો, સૂચિત સોસાયટી અને યુએલસીની ફાજલ જમીન માટે માલિકીના હક્કો આપ્યા, કાયમી ધોરણે રદ થયેલા વીજજોડાણો ધરાવતા ગ્રાહકોને પુન:વીજ જોડાણ આપવાનો નિર્ણય, ૧૦૧ સબસ્ટેશનોનું નિર્માણ, ઝૂંપડા વીજળીકરણ યોજના અને કુટીર જ્યોતિ યોજના, મેટ્રો રેલ આયોજન, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ, વેધર વોચ કમીટીની નવતર પહેલ, ચેકપોસ્ટનું કમ્પ્યુટરાઈઝેશન અને સરકારી નોકરી વયમર્યાદા છૂટછાટ અને ફિક્સ વેતન વધારો કરવા જેવી આ ૧૦૧ યોજનામાં ખરેખર વિજયભાઈ રૂપાણીમાં કોમન મેનનાં દર્શન કરાવે છે.