• ભાભરથી કચ્છ તરફ આવી રહેલી કારને નડ્યો અકસ્માત : બે લોકો ઈજાગ્રસ્ત

ભચાઉ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો કારનું ટાયર ફાટતા ડમ્પર સાથે અથડાતા ત્રણ મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જયારે અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ભચાઉ શહેર નજીક વોંધથી આવતી સ્કોર્પિયો કારનું ટાયર ફાટી જતાં કાર ડમ્પરમાં જઇને ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ભાભર-બનાસકાંઠાના નૂરજહાંબાઇ કાયમખાન બલોચ (ઉ.વ. 43), હમીદાબાનુ દોલતખાન બલોચ (ઉ.વ. 46)નાં બનાવ સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે રસિદાબાનુ ઇલિયાસ ખાન (ઉ.વ. 24)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. અન્ય બેને સારવાર હેઠળ રખાયા હતા. વોંધ બાજુથી ભચાઉ તરફ આવતી કારને ગત બપોરે અકસ્માત નડયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા-ભાભરના મીઠા ગામમાં રહેનાર પરિવાર કચ્છ બાજુ આવવા નીકળ્યો હતો. કાળા રંગની સ્કોર્પિયો કાર નંબર જીજે-15-સીકે-9555વાળી ભચાઉ તરફ આવી રહી હતી. દરમ્યાન કારનું ટાયર અચાનક ફાટી જતાં આ વાહન ડિવાઇડરમાં અથડાયું હતું, જેમાં તેનું બીજું ટાયર પણ ફાટી ગયું હતું. દરમ્યાન આ ગાડી પલટી ખાઇને આગળ ઊભેલાં ડમ્પરમાં ધડાકાભેર અથડાઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં નૂરબાઇ અને હમીદાબેનને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે લોકો એકત્ર થયા હતા. જીવલેણ આ બનાવના કારણે ટ્રાફિક સર્જાયો હતો.

કરુણ બનાવમાં ઘવાયેલા શબાનાબેન આયમખાન બલોચ (ઉ.વ. 14), શ્રેયાબેન અશરફખાન બલોચ (ઉ.વ. 43) તથા રસિદાબાનુ ઇલિયાસખાન (ઉ.વ. 24)ને પ્રથમ ભચાઉ અને બાદમાં વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં રસિદાબાનુએ દમ તોડી દીધો હોવાનું પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું.

આ પરિવાર કચ્છમાં કોઇ કામ અર્થે આવી રહ્યો હતો. આ જ પરિવારની જન્નત અસ્લમ બલોચ (ઉ.વ. 7) ધો. 1માં અભ્યાસ કરનાર આ બાળકી પણ પોતાના નાના-નાની સાથે ફરવા આ કારમાં આવી રહી હતી. આ બાળકીનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જીવલેણ અકસ્માતને પગલે ભચાઉના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, ધારાશાસ્ત્રી સિધિક નારેજા તથા ગનીભાઇ ખત્રી, સદામ આમદ કુંભાર વગેરે દોડી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકસાથે ત્રણ મોતના પગલે ભારે ગમગીની છવાઇ હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.