પ્રેમ લગ્નના મન દુ:ખમાં હત્યા કર્યાની કબૂલાત : પોલીસે રૂ.1.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી
શાપરમાં આવેલ પડવલા જીઆઇડીસીમાં હત્યાનો અને અપહરણ નો બનાવ પોલીસ ચોપડે ગઈકાલે નોંધાયો હતો.જેમાં મૂળ યુપીનો અને હાલ રાજકોટમાં રહેતા પરિવારને યુવાન મળવા માટે આવ્યો હતો જ્યાં તેના પત્નીના સંબંધી માનતા ત્રણ શખસોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેની પત્નીનું અપહરણ કરી ગયા હતા.જેમાં પોલીસે ત્રણ શખ્સોની અમરેલીના બગસરા પાસેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથીયાર સહિત રૂ.1.22 લાખ કબજે કર્યા છે.
પોલીસે અમરેલીના બગસરામાંથી ભોજા ઉર્ફે સીનો વિભાભાઈ 2હે.વેરાવળ, વાલા (ઉં.વ.22, શાંતિધામ, તા.કોટડાસાંગાણી), રાદેવ ઉર્ફે રાજભા જહેલભાઈ માલાણી (ઉં.વ.27, રહે.માખાવડ વાડીમાં, તા.લોધિકા) અને વિહળ ઉર્ફે વિહા આલાભાઈ માલાણી (ઉં.વ.35, રહે.મેટોડા જીઆઈડીસી, ગેઈટ નં.1, ઝુંપડામાં)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કાર, મોબાઈલ અને ગુનામાં વપરાયેલ પાવડાના 3 હાથા મળી કુલ રૂા.1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હત્યાનો ભોગ બનનાર પીયુષ ઉર્ફે લાલો ગોયલ અગાઉ ત્રણેક વર્ષ પહેલા સગીર વયની અલય ઉર્ફે કુંવરને ભગાડી ગયો હતો.
જે અંગે શાપર પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન તે જેલમાંથી છુટ્યા બાદ અલય ઉર્ફે કુંવર પુપ્તવયની થતાં બન્નેએ લગ્ન કરી લીધા હતા. પરંતુ પીયુષની પત્ની કુંવરના સંબંધીઓને સારૂ નહીં લાગતા મનદુ:ખ રાખી પીયુષ જ્યાં રહતો હતો તે કારખાને જઈ તેની હત્યા કરી તેની પત્ની કુંવરનું અપહરણ કરી નાસી ગયા હતા. જે આરોપીઓને બાતમીના આધારે પોલીસે પકડી પાડી અપહ્યત કુંવરને મુક્ત કરાવી હતી.પોલીસે ત્રણેય શખ્સોના રિમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.