દારૂ અને રિક્ષા મળી રૂ.૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી.
તળાજા તાલુકાના પસવી ગામ પાસેથી અતુલ રીક્ષા માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ જથ્થો દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ. ૨૫,૨૦૦/- તથા રીક્ષા મળી કુલ કિ.રૂ.૧,૨૫,૨૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
જે રીક્ષમાં બે પ્લાસ્ટીકની મોટી થેલીમાં કઇક શંકાસ્પદ રીતે ભરીને ત્રણ ઇસમો નિકળતા તેઓને રોકીને રીક્ષામાં ભરેલ પ્લાસ્ટીકની બન્ને થેલીઓમાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરીને મળી આવતા પંચોને બોલાવી મજકુરના નામ ઠામ પુછતા (૧) જુનેદભાઇ વલીભાઇ સેલોત ઉ.વ.૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે.હેન્ડલનગર ખારો,મહુવા નં.(૨) પરવેજખાન ઉર્ફે દિલાવરખાન પઠાણ ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.સિપાઇ વાડો, લંઘા શેરી,પાલીતાણા નં.(૩) ઇમ્તીયાજભાઇ રજાકભાઇ કાળવાતર ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.ઘાંચીવાડી, મહુવા વાળોઓ હોવાનુ જણાવેલ મજકુર ઇસમોએ પોતાના કબ્જા ભોગવટાની રીક્ષામાં ગે.કા.રીતે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ૭પ૦ એમ.એલ.ની ગોવા બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- તેમજ સદરહું ઇગ્લીશ દારૂ હેરા ફેરીમાં ઉપયોગ કરેલ એક અતુલ કંપનીની રીક્ષા જેના આર.ટી.ઓ. રજી. નં.ૠઉં-૦૪-અઞ-૨૪૩૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ત્રણેય ઇસમો વિરૂધ્ધમાં દાઠા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે