પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે *પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ કરેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સી.ટી.પટેલ, યુ.કે.વરૂ, તથા પો.કોન્સ. હિમાન્શુભાઈ વાલાભાઈ, સંજયભાઈ વાલાભાઈ, જયમલભાઈ સામતભાઈ, પરબતભાઇ લખમણભાઇ વગેરે સ્ટાફ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સી.ટી.પટેલ ને બાતમી રાહે હકિકત મળેલ કે ભોદ ગામના સીમ વિસ્તારમાં આશાપીરની દરગાહ પાસે જાહેરમાં અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસા વતી તિન પત્તિનો હારજીતનો જુગાર રમે છે. તેવી હકીકત આધારે પંચો સાથે રેઇડ કરતા સદર જગ્યાએ ત્રણ ઈસમો (૧) હનિફશા અકબરશા બાવના (૨) ઈસ્માઈલશા વલીશા બાવના (૩) હનિફ અજીત રફાઈ રહેવાસી તમામ રાણાવાવ વાળાઓને રોકડા રૂપિયા ૧૦૫૩૦/- તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…