હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી એલસીબી : પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ
અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
વોરાકોટડા રોડ પર આવેલ પંચપીર ની ધાર પાસે બુધવારે બપોરે દેવીપુજક યુવાનને ફકીર મુસ્લિમ પરીવારે પથ્થર, ટોમી અને છરી વડે વાર કરી હત્યા નિપજાવી હતી.
આ હત્યાની તપાસમાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે ચક્રોગતિમાન કરી સમીર ફિરોઝ શામદાર તથા તેના બે ભાઇઓ ને ઉઠાવી પુછપરછ હાથ ધરી હતી.
પોલીસ સુત્રો અનુસાર જેની હત્યા થઇ તે સુનિલ ચાર પાંચ દિવસ પહેલા પાડોશી ફિરોઝ શામદાર ની સગીર પુત્રી ને ભગાડી ગયો હતો બન્ને અમદાવાદ હોવાની બાતમી મળતા સગીરા નો પરીવાર અમદાવાદ પંહોચ્યો હતો અને બન્ને ને સમજાવી ને બપોર ના ગોંડલ પહોચ્યો હતો ગોંડલ પહોચ્યાં બાદ પંચપીર ની ધારે તેમના રહેઠાણ પાસે જ સગીરા ના પરીવારે રંગ બદલ્યો હતો અને પથ્થર, ટોમી સહીત ના હથીયારો વડે સુનીલ ને ઘેરી લઇ તેની હત્યા કરી નાખી હતી.રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચ ના પીઆઇ
એ.આર.ગોહિલ તથા પીએસઆઇ એસ.જે.રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા ની સયુક્ત ટિમ ને બાતમી મળતા હત્યા ના 3 આરોપી ને જામવાડી ચોકડી એ થી પકડી પાડવામાં આવ્યા. ફીરોજભાઇ ના બન્ને પુત્રો તથા તેના મોટા ભાઇ યાકુબભાઇ ના દિકરા એમ ત્રણેયે મળી તીક્ષ્ણ હથીયાર વતી ઇજા કરી સુનીલ મનસુખ ની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ગોંડલ જામવાડી ચોકડીએ થી ત્રણ આરોપી સમીર ફીરોજભાઇ શાહમદાર ઉ.વ.20 રહે.ગોંડલ પંચપીર ની ધાર અને 2 બાળ કિશોરને ઝડપી લીધા હતા.