ફી નિર્ધારણ કાયદો સીબીએસએઇ અને અન્ય બોર્ડને પણ લાગુ પડશે
ગઈકાલે રાજકોટમાં સંપૂર્ણ શાળાઓની ફી નિર્ધારણ અંગે બેઠક યોજાઈ હતી તો આજે અમદાવાદમાં આ સભા યોજાશે આ મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે હાઈકોર્ટના ઓર્ડર બાદ સરકારે ખાનગી શાળાઓને ફી ઘટાડવા માટે ત્રણ અઠવાડીયાનું અલ્ટીમેટમ આપ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે વરિષ્ઠ અધિકારીઓ હાલ દિલ્હીમાં છે. જે અપેક્ષામાં રજુઆત કરશે.
કારણ કે સીબીએસઈ સ્કુલોનું કહેવું છે કે ફિ રેગ્યુલેશન એકટ ગુજરાત હાઈકોર્ટનો નિયમ છે. જયારે અમારી શાલા કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. ફિ રેગ્યુલેશન એકટ પ્રમાણે પ્રાઈમરીની ફી ૧૫૦૦૦, સેક્ધડરીની ફી ૨૫૦૦૦ અને ૨૭૦૦૦ ફી હાઈર એજયુકેશન માટે વાર્ષિક ધોણરે રાખી શકાય છે. જોકે ૨૫૦૦૦ સ્કુલોએ ફી નિર્ધારણની અરજી સ્વીકારી નથી તેઓ હજુ સુપ્રીમ કોર્ટની અપેક્ષા કરી રહ્યા છે. જોકે અમદાવાદ ફી રેગ્યુલેશન કમીટી આવતા અઠવાડીયામાં મળશે. જેમાં ૧૧૮ સ્કુલોની વધુ પડતી ફીને નિર્ધારીત કરવામાં આવશે. જાન્યુઆરી ૪ ના રોજ જેની સુનવણી થશે. અમદાવાદ એફઆરસી હેઠળ હાલ ૪૩૫૦ સ્કુલોનો સમાવેશ થાય છે. આ નિર્ણયો પેરેન્ટસ એસોસીએશનની રજૂઆત બાદ કરવામાં આવ્યો હતો. જોકે સીબીએસઈ સ્કુલોએ તેનો સખત વિરોધ કર્યો હતો જે અંગે સરકારે જણાવ્યું હતુ કે સીબીએસઈ સ્કુલો કેન્દ્ર હેઠળ આવે છે. પરંતુ જો ગુજરાતમાં તેમની ફી વધુ હોય તો તેમની ફી પણ નિર્ધારીત કરવી આવશ્યક છે.
હાઈકોર્ટે જણાવ્યું હતુ કે રાજય સરકારને રાજયનાં શિક્ષણનો અધિકાર છે. માટે સીબીએસીઈને પણ રાજય શિક્ષણના નીતિ નિયમો માન્ય રાખવા પડશે. સીબીએસઈ બાય લો ૧૧,૧૩.૧ અને ૧૩.૩ના હિસાબે રાજય સરકારને સીબીએસઈ સ્કુલોના ફી નિયંત્રણનો પૂરેપૂરો અધિકાર છે. માટે સીબીએસઈ, આઈસીએસઈ અને આઈબી જેવી તમામ શાળા અને તમામ બોર્ડે રાજય શિક્ષણનાં નિયમોનું પાલન કરવું પડશે તેઓ વધુ ફ્રી વસુલી શકે નહી.