સૌરાષ્ટ્ર-કચ્છમાં વારંવાર આવતા ભુકંપથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ધણધણી ઉઠી છે. ગઈકાલ મોડીરાતથી આજ વહેલી સવાર સુધીમાં પોરબંદરમાં ત્રણ અને કચ્છમાં ભુકંપના ચાર આંચકા અનુભવાયા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રે ૧:૧૫ વાગ્યે પોરબંદરથી ૩૩ કિલોમીટર દુર ૨.૩ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ ૧.૧૮ વાગ્યે પોરબંદરથી ૨૨ કિલોમીટર દુર ૩.૧ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો જેની એક કલાક બાદ ૨:૦૯ કલાકે પોરબંદરથી ૨૨ કિલોમીટર દુર ૨ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે અનુભવાયો હતો. આજે વહેલી સવારે ૪:૫૯ કલાકે કચ્છના દુધઈથી ૧૮ કિલોમીટર દુર ૨.૧ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો.
વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જોકે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.