સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે ખાસ તો કચ્છમાં છેલ્લા અઠવાડિયામાં 3 થી વધુની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને આજે મોડી રાતે કચ્છના ભચાઉ અને રાપરમાં ફરી આંચકો અનુભવાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યાં અનુસાર ગઈકાલે સાંજે 8:22 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો રાપરથી 32 કિમી દૂર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે અનુભવાયો હતો. ત્યારબાદ મોડી રાતે કચ્છના ભચાઉથી 26 કિમી દૂર 1.2ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાતે 11:55 કલાકે રાપરથી 26કિમી દૂર 1.5ની તીવ્રતાનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે અનુભવાયો હતો.
છેલ્લા સાત દિવસની વાત કરીએ તો કચ્છના રાપર અને ભચાઉમા 3થી વધુની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે મોડી રાતે ફરી આંચકો આવતા લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આંચકાઓ સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.