અબતકની મુલાકાતમાં જીવદયા ગ્રુપ બાપા સીતારામ ગૌ સેવા મંડળના આગેવાનોએ ગૌ સેવા કાર્ય યજ્ઞની વિગતો આપી ધર્મ પ્રેમીઓને જીવદયા જતનનો કર્યો અનુરોધ
સેવાપરમો ધર્મ અને જીવદયા ના ધર્મ કલ્યાણ પ્રવૃત્તિ નો સેવાયજ્ઞ સૌરાષ્ટ્રમાં નિરંતર ચાલે છે, ત્યારે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક અને હનુમાન જયંતી દરમ્યાન ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો અર્પણ કરવાનું યજ્ઞ ચલાવાશે. અબતકની મુલાકાતમાં આ સેવા યજ્ઞની વિગતો આપતા રમેશભાઈ દોમડીયા, હિરેનભાઈ કામદાર, ભરતભાઈ બોરડીયા, દિનેશભાઈ મોદી, હરેશભાઈ દોશી, હિમાંશુભાઈ ચિનોઇ, નિખિલભાઇ શાહ એ આ યજ્ઞની વિગતો સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ અને હનુમાન જયંતીના પાવન અવસરે જેનોની કુળદેવી એવા જીવદયા અહિંસા ના સંસ્કારોને ઉજાગર કરવા માટે જીવ દયા સમર્પિત જીવ દયા ગ્રુપ રાજકોટ અને બાપાસીતારામ ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે તારીખ 4 એપ્રિલ મંગળવારે અને હનુમાન જયંતિ તારીખ 6 એપ્રિલ ગુરુવારે જીવ દયા ગ્રુપના અગ્રણી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શક બાપા સીતારામ ગૌ સેવા મંડળના સમીરભાઈ કામદારના સહકારથી શહેર અને આસપાસની તમામ ગૌશાળાઓમાં 30 હજાર કિલો એટલે કે 30 ટન જેટલો ઘાસચોરો અબોલ જીવોને અર્પણ કરવામાં આવશે આ માટે જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશભાઈ મોદી, હિમાંશુભાઈ ચિનોઇ ,નિરવભાઈ સંઘવી: વિરેન્દ્રભાઈ સંઘવી, હર્ષદભાઈ મહેતા, દિનેશભાઈ મોદી, હરેશભાઈ મહેતા, રમેશભાઈ દોમડીયા, પારસ ભાઈ મોદી, હિરેનભાઈ કામદાર, હરેશભાઈ વીંછી, કિર્તીભાઈ પારેખ હરેશભાઈ દોશી, હિતેશભાઈ દોશી, ભરતભાઈ બોરડીયા, અરૂણભાઇ નિર્મળ, નિખિલભાઇ શાહ ,અશ્વિનભાઈ અજમેરા, હરેશભાઈ હરિયાણી ,મનોજભાઈ પારેખ દિવ્યેશભાઈ કામદાર, યોગેશભાઈ મહેતા, વિમલભાઈ શેઠ, અજયભાઈ વખારીયા, જીગરભાઈ દોમડીયા ,આરતીબેન દોશી, મેહુલભાઈ સંઘાણી ,સુરીલ ભાઈ મોદી ,, નીરવભાઈ પારેખ, સંધ્યાબેન મોદી, દેવાંગીબેન મોદી, હેમાબેન મોદી; હીનાબેન સંઘવી, જીજ્ઞાબેન મોદી, હેતલ મહેતા ,દક્ષાબેન મહેતા, બકુલાબેન શાહ, બીનાબેન દોશી, અલકાબેન બોરીયા સહિતના જીવદયા પ્રેમીઓની ટીમ 4 એપ્રિલના મંગળવારે તથા 6 એપ્રિલ ગુરુવારે રાજકોટ શહેર અને આસપાસની પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં અબોલ જીવોને ઘાસ અર્પણ કરીને ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક અને હનુમાન જયંતી ની ખરા અર્થમાં જીવ દયા અને અહિંસાના ભાવથી ઉજવણી કરવામાં આવશે આગેવાનોએ દરેક ધર્મ પ્રેમીઓને જીવનમાં જીવ દયા અને અહિંસા ના સંસ્કારો જાળવવા અપીલ કરી હતી.