ભારતના 13 શહેરોમાં રમાશે વર્લ્ડકપનાં 48 મેચ: ટૂંક સમયમાં સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાશે: નાગપુર અને પૂણેમાં વોર્મઅપ મેચ

આગામી ઓકટોબર નવેમ્બરમાં  રમાનારા   આઈસીસી ક્રિકેટ  વર્લ્ડકપનાં   48 પૈકી   ત્રણથી ચાર  મેચ રાજકોટમાં રમાશે વર્લ્ડકપનાં મેચ  માટે દેશના કુલ 13 શહેરોને શોર્ટ લીટ  કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં  વર્લ્ડકપનો   સત્તાવાર કાર્યક્રમ  આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવશે. નાગપુર અને પૂર્ણ ખશતે વોર્મઅપ મેચ રમાશે.  ક્રિકેટ વર્લ્ડકપમાં 10  ટીમો ભાગ લેશે.આઈસીસી દ્વારા ઘણા   મહિનાઓ  પહેલા આઈસીસી  ક્રિકેટ વર્લ્ડકપ કયાં શહેરોમાં  રમાશે તેના શોર્ટ લીટ જાહેર કરવામાં આયું હતુ. દરમિયાન   તાજેતરમાં નવી યાદીમાં કુલ 13 શહેરોનાં  નામ જાહે કરવામાં આવ્યા છે.

આગામી ઓકટોબર-નવેમ્બર માસમાં રમાનારા ક્રિકેટ  વર્લ્ડકપ માટે કુલ 13 શહેરો  શોર્ટ લીસ્ટ કરવામાં  આવ્યા છે.  જેમાં રાજકોટ ઉપરાંત ગુજરાતનાં અમદાવાદનો  સમાવેશ કરાયો છે. જોકે વર્લ્ડકપો   ફાઈનલ મેચ  અમદાવાદના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશેજે 13 શહેરો શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં  અમદાવાદ અને રાજકોટ ઉપરંત  બેંગાલુરૂ, ચેન્નાઈ, દિલ્હી,  ધર્મશાલા,  ગુવાહાટી,  કોલકતા, હૈદ્રાબાદ, લખનઉ, ઈન્દોર,  મુંબઈ અને   તિરૂવનંતપુરમનો સમાવેશ કરવામાં આવ્યો છે.  વર્લ્ડકપનો  આરંભ  આગામી 5 નવેમ્બરના  રોજ થશે. જયારે  ફાઈનલ મેચ 19મી નવેમ્બરે રમાશે  વિશ્ર્વકપ  દરમિયાન  3 નોક આઉટ  મેચ સહિત 48 મેચ રમાશે.  વર્લ્ડકપના આરંભ પૂર્વે અલગ અલગ   દેશો વચ્ચે  રમાનારી  વોમઅપ મેચ નાગપુર અને પૂણે ખાતે રમાશે.

શોર્ટલીસ્ટ   કરાયેલા   શહેરોની  ફાઈનલ   યાદીમાં  પણ રાજકોટ  શહેરનો  સમાવેશ  કરવામાં આવ્યો હોવાના   કારણે રાજકોટનાં ફાળે  વર્લ્ડકના  ત્રણથી ચાર  મેચ આવશે તે નિશ્ર્ચિત  માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીસએશનના ખંઢેરી  સ્થિત   સ્ટેડિયમ   ખાતે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ,   વનડે અને   ટી.20 મેચ ઉપરંત આઈપીએલની મેચો રમાઈ ચૂકી છે. હવે રાજકોટ વર્લ્ડકપનાં મેચનું સાક્ષી બનશે.  ઘર આંગણે  રમાતા ક્રિકેટ   વર્લ્ડકપમાં  ભારત એક હોટ ફેવરીટ  ટીમ તરીકે  મેદાનમાં ઉતરશે. આવામાં સ્વાભાવિક છે કે   ભારતીય મેચ દરમિયાન   પ્રેક્ષકો   મોટી સંખ્યામાં   ઉમટી પડે છે.  રાજકોટમાં ક્રિકેટ સ્ટેડિયમની પ્રેક્ષક ક્ષમતા માત્ર  28 હજારની હોવાના કારણે રાજકોટના ફાળે ત્રણથી ચાર મેચ આવશે.  પરંતુ ભારતની  એક પણ મેચ આવશે નહી તેની પ્રબળ સંભાવના  જણાય રહી છે.

વર્લ્ડકપની ફાઈનલ મેચ  વિશ્ર્વના  સૌથી મોટા ક્રિકેટ  સ્ટેડિયમ એવા  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ  ખાતે રમાશે. રાજકોટને  ત્રણથી ચાર મેચની  ફાળવણી કરવામાં આવશે. તેવી વાતથી સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં  ભારે ઉત્સાહ   જોવા મળી રહ્યો છે. આગામી  7 થી 11 જૂન દરમિયાન   આઈસીસી વર્લ્ડ ટેસ્ટ  ચેમ્પીયનશીપ લોર્ડસ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર છે. ત્યારે બાદ  આઈસીસી દ્વારા  વનડે ક્રિકેટ  વર્લ્ડકપનો  સત્તાવાર   કાર્યક્રમ જાહેર  કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.