ટેકટોનીક પ્લેટનાં અથડામણથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે

ચોકકસ તાપમાન અને દબાણની સ્થિતિમાં, રાસાયણિક પ્રતિક્રિયાઓ પાણીને બિનપ્રવાહી સ્વરૂપમાં હાઈડ્રાસ ખનીજ તરીકે ભરી દે છે

પૃથ્વી પરની જો વાત કરીએ તો વૈશ્ર્વિક જળ ચક્ર માટે મુખ્ય અસરો સાથે ધરતીકંપના અભ્યાસ અનુસાર પૃથ્વી અંદાજીત કરતા ત્રણ ગણુ વધુ સમુદ્રનું પાણી ખેંચે છે.

તારણો દર્શાવે છે કે, દરિયાઈ પાણીનું નુકસાન એ મેરિઆના ટ્રાન્સ વિશ્ર્વના સૌથી ઉંડા દરિયાઈ આઈ હેઠળ ટેકટોનિક પ્લેટની ધીમી ગતિ અથડામણને કારણે છે.

ખીણ એ છે જયાં પશ્ર્ચિમ પેસિફિક મહાસાગર પ્લેટ મેરિઆના પ્લેટની નીચે સ્લાઈડ કરે છે અને પૃથ્વીના મેન્ટલમાં ઉંડા ડુબી જાય છે. જેમ કે પ્લેટો ધીમે-ધીમે ભેગા થાય છે. સેન્ટ લુઈસના વોશિંગ્ટન યુનિવર્સિટીના મુખ્ય લેખક ચેનકાઈએ કહ્યું હતું કે, લોકો જાણતા હતા કે સબડકશન ઝોન પાણી લાવી શકે છે પરંતુ તેઓ કેટલું પાણી છે તે જણાતા નથી.

નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનાં મહાસાગર વિજ્ઞાન વિભાગના પ્રોગ્રામ ડિરેકટર કેન્ડેસ મેજરએ ઉમેર્યું હતું કે, આ સંશોધન બતાવે છે કે સબડકશન ઝોન પૃથ્વીના ઉંડા આંતરસણામાં, સપાટીની નીચે ઘણા માઈલ કરતા વધુ પાણી લઈ જાય છે.

ચોકકસ તાપમાન અને દબાણની સ્થિતિમાં, રાસાયણિક પ્રતિક્રિયાઓ પાણીને બિનપ્રવાહી સ્વરૂપમાં હાઈડ્રાસ ખનીજ તરીકે ભરી દે છે. ભૌગોલિક તસવીરો બતાવે છે કે મારિયાના ટ્રાન્સ પર હાઈડ્રેટેડ રોકનો વિસ્તાર લગભગ ૨૦ માઈલ અથવા સમુદ્રની નીચે ૩૨.૨ કિમી સ્તરે છે તેમ અભ્યાસ દર્શાવે છે.

એકલા મારિયાના ટ્રેન્ચ ક્ષેત્ર માટે અગાઉ ગણતરી કરતા ચાર ગણી વધારે પાણી સબડકટસ કરે છે.

આ સુવિધાઓ વિશ્ર્વભરમાં અન્ય મહાસાગરોમાં ટ્રેન્ડની સ્થિતિની આગાહી કરવા માટે બહાર કાઢવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે ખંડેર પર નીચે આવતા મોટાભાગનું પાણી પૃથ્વી પરની વાતાવરણમાં પાછુ આવે છે કે કેમ કારણકે જવાળામુખી સેંકડો માઈલ દુર જતા વરાળ થઈ જતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.