મુમુક્ષુ આત્માઓએ કહ્યું પદ, પૈસો, પ્રતિષ્ઠા, માન – મોભો જયાં સુધી આંખ ખુલી છે ત્યાં સુધી છે, આ ભવ પછી શું ? ભવોભવ સુધારવાનો ભવ એટલે માનવ ભવ…

દીક્ષા દાનેશ્ર્વરી રાષ્ટ્ર સંત પૂ.પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે મુમુક્ષુ હિરલબેન જસાણી,ચાર્મિબેન સંઘવી તથા ક્રિષ્નાબેન હેમાણી આગામી તા.૧૮/૧૧ ના રોજ કોલકત્તા ખાતે સંયમ અંગીકાર કરવા થનગની રહેલ છે.

ગઈકાલે સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોના ઉપક્રમે રોયલ પાકે સ્થા.જૈન મોટા સંઘ ખાતે ત્રણેય મુમુક્ષુ આત્માઓનું રજત શ્રીફળ,હાર,શાલ તથા સાકરના પડા અપેણ કરી અભિવાદન કરવામાં આવેલ.દરેક સંઘોના અગ્રણીઓને મુમુક્ષુઓએ પોતાના વરદ હસ્તે કાયમી આકષેક ગોલ્ડન કોઈન સ્મૃતિ – સંભારણાના પ્રતિકરૂપે આપવામાં આવ્યા.

અભિવાદન સમારોહ પૂર્વે સવારના ગુરુ ભક્ત હિતેનભાઈ દિલીપભાઈ મહેતાના નિવાસ સ્થાને શાતાકારી નવકારશીનો સૌએ લાભ લીધેલ. માતુશ્રી વિમળાબેન દિલીપભાઈ મહેતા પ્રેરિત તેઓના નિવાસ સ્થાનેથી ત્રણેય મુમુક્ષુ આત્માઓની દૈદિપ્યમાન અને દશેનીય શોભાયાત્રા નીકળી. મુમુક્ષુ આત્માઓ સંયમને અંગીકાર કરી જિન શાસનને જીવંત રાખવામાં તથા શાસનની સુરક્ષા પ્રદાન કરવા સદા પ્રયત્નશીલ રહેશે.શોભાયાત્રા એટલી ભવ્ય હતી કે રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડની ઊંચી – ઊંચી ઈમારતોમાંથી અજૈન લોકો દશેનીય દ્રશ્યો નિહાળવા વ્હેલી સવારમાં નીચે આવી ગયેલ.

આ તકે યજમાન સંઘ પ્રમુખ સી.એમ.શેઠે ચતુર્વિધ સંઘનું શબ્દોથી સ્વાગત કરી મુમુક્ષુઓને જણાવ્યું કે આ રોયલ પાકેની ભૂમિએ પૂ.નમ્રમુનિ મ.સા.ને તપ સમ્રાટ જેવા ગુરુદેવ પણ આપ્યા છે અને સેવાભાવી પૂ.પિયુષમુનિ જેવા શિષ્યો સાથે ગત વર્ષે પૂ.સ્વમિત્રાજી મ.સ.એવમ પૂ.આરાધ્યાજી મ.સ.જેવા અણમોલ રત્નો પણ આ જ ભોમકાએ આપ્યાં છે.મોટા સંઘના પ્રમૂખ ઈશ્વરભાઈ દોશી તથા પ્રવિણભાઈ કોઠારીએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરેલ.

અભિવાદન સમારોહનું સુંદર સંચાલન વીણાબેન શેઠ તથા હેમલભાઈ મહેતાએ કરેલ. શુભેચ્છા સમારોહ પૂણે થયાબાદ ગુરુ ભક્ત તરફથી સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવેલ જેનો અનેક ભાવિકોએ લાભ લીધેલ. મુમુક્ષુઓએ સૌ સંયમ પ્રેમીઓને ૧૮/૧૧/૧૯ ના સંયમ માગેની અનુમોદના કરવા વ્હેલા – વ્હેલા કોલકત્તા પધારવાનું આમંત્રણ પાઠવેલ.કાયેક્રમના અંતે મનોજ ડેલીવાળાએ પ્રચંડ જયઘોષ સાથે સંયમ અનુમોદનાના જબરદસ્ત નારાઓ લગાવી અનોખો માહોલ સર્જી દિધેલ.બપોરબાદ ત્રણેય મુમુક્ષુઓ રાજકોટમાં બીરાજમાન વડીલ પૂ.સાધ્વીજીઓના દશેન – વંદન કરવા પધારેલ.

મંગળવારના હાલારની ધન્ય ધરા જામનગર ખાતે પારસધામમાં ત્રણેય હળુ કર્મી આત્માઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયેલ છે.મંગળવારના સાંજે કોલકત્તા જવા રવાના થશે અને ગુરુ સાનિધ્યમાં પૂન : જોડાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.