નર્મદા નદીમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાથી નદીમાં પાણી છોડવામાં નથી આવતુ. પણ પાણી છોડવાની ઉગ્ર બનતા માંગને પગલે આજે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર વધશે. 26 જાન્યુઆરી સુધી પાણી છોડવામાં આવશે. જેથી નર્મદા જયંતી પહેલા નર્મદા નદીમાં પર્યાપ્ત પાણીનો જથ્થો ભેગો થઈ જશે.
મુખ્ય સચિવ જે.એન.સિંહએ સિચાઈ પીવાના પાણી મુદ્દે જાહેરાત કરતાં લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે
- નર્મદામાં 1 વર્ષ ઓછું પાણી આવશે
- 3 હાજર ક્યુસેક પાણી છોડાશે
- પાણી સુકાવા અંગે સરકારનો નિર્ણય
- “નર્મદા ઓથોરિટી કંટ્રોલનું સારું કામ”
- દરેક રાજ્યમાં સપ્રમાણ પાણી કાપ મૂક્યો છે..
- નર્મદામાં ચાલુ વર્ષે પાણીનો જથ્થો ઓછો