- સ્થાનિક રહેવાસીઓએ પોલીસને બાતમી આપ્યા બાદ કરાઇ કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે એટલે કે ગુરુવારે સાંજે આતંકવાદીઓનું એક જૂથ એલઓસી પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ સરહદ પારથી આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી અને ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
વાસ્તવમાં, પુંછમાં એલઓસી પર ખડમાલ વિસ્તારમાં તૈનાત સેનાના જવાનોએ થોડી હિલચાલ જોઈ. ઘૂસણખોરીની સંભાવનાને જોતા, સૈનિકોએ નજીકની સુરક્ષા ચોકીઓને એલર્ટ કરી અને આતંકવાદીઓને જોતાની સાથે જ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ આ અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે અને વિસ્તારમાં હજુ પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર ખારી કર્મરા વિસ્તારમાં નિયંત્રણરેખા પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોયા બાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસને ચેતવણી આપ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત હજુ પણ વધુ શોધખોળ શરૂ રાખવામાં આવી છે.