અનંતનાગ જિલ્લાનાં વાની હામા ગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ: સર્ચ ઓપરેશન શરૂ: પાક.ની નાપાક હરકતને સેનાનો જડબાતોડ જવાબ
જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં વાની હામા ગામમાં છૂપાયેલા ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે. તો બીજી તરફ બાલાકોટ નજીક સરહદે પાકિસ્તાને વધુ એક વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
ગઈકાલે રાત્રે સેનાના જવાનોએ વાની હેમા તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શ‚ કર્યો હતો.
જેનાં જવાબમાં જવાનોએ પણ ફાયરીંગ કર્યું હતુ જેમાં ત્રણ આતંકીઓનાં મોત થયા હતા. આ વિસ્તારમાં હાલ પણ ગોળીબાર ચાલી રહ્યો છે.
બીજી તરફ બાલાકોટ-સોજિયા સરહદે પાકિસ્તાને ફરી વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. તાજેતરમાં પાક. તરફથી થતા ફાયરીંગમાં માસુમ બાળકી અને સેના જવાનનું મોત થયું હતુ રાત્રે વધુ એક વર પાકિસ્તાને નાપાક હરકત કરી હતી જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.