અનલોક-૩માં મંજુરી વિના જ સ્પાના દરવાજા ખુલ્યા
સ્પાના ઓઠા તળે ચાલતા કુટણખાના અંગે પોલીસ દ્વારા કરાઇ પૂછપરછ: એક પણ સ્પામાં વિદેશી યુવતી ન મળી
કોરોના વાયરસના કારણે લોકડાઉન બાદ ફરી જન જીવન ધબકતુ કરવા અનલોક જાહેર કરી ઓછી ભીડ ભાડ થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. બે દિવસ પહેલાં અનલોક-૩ જાહેર કરવામાં આવ્યું ત્યારે સ્પાના દરવાજા ખોલવાની કોઇ જાતની મંજુરી આપી ન હોવા સ્પાના સંચાલકોએ જાહેરનામાનો ભંગ કરી સ્પાનો ધંધો શરૂ કરી દીધો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ જુદી જુદી ટીમ બનાવી એક સાથે ૨૯ સ્થળે દરોડા પાડી ૧૪ સ્પાના બે મહિલા સહિત ૧૮ સંચાલકોની જાહેરનામા ભંગ અંગે ધરપકડ કરી છે. સ્પાના ઓઠા તળે ગોરખ ધંધા ચાલતા હોવાની શંકા સાથે પોલીસે તમામ સ્પા સંચાલકોની પૂછપરછ હાથધરી છે.
પોલીસની જુદી જુદી ટીમ દ્વારા ઠેર ઠેર શરૂ થયેલા સ્પા પૈકીના ઓમર સ્પાના સંચાલક અશોક અરજણ કેરીયા, અંકિતા અરવિંદ મુલીયાણી, તુષાર દેવેન્દ્ર ધામેચા, અનો સ્પાના સંચાલક નિતિશ રામલાલ મિશ્રા, બ્લોન વેલનેશ સ્પાના તુષાર તુલશી ધરન, મંદાકીની સ્ટેનીલ થીયોફિલ્સ, સુગર સ્પાના વિક્રમ મહેશ વિશ્ર્વકર્મા, ટુ સ્પાના હાર્દિક દિલીપ કોટડીયા, બીઝ સ્પાના રાજ છબીલદાસ ચુસબ, વિલા એન્ટર સ્પાના હરેશ વશરામ પરમાર, આત્મીય સ્પાના રાજેશ મોતીશી પરિહાર, મિલેનીયમ સ્પાના આશિષ ભરત ઠક્કર, ગ્લેમર સ્પાના ઇમરાન સિકંદર ભટ્ટી, વેલનેશ સ્પાના સાજન છોટાલાલ ભોજાણી, બુધ્ધા સ્પાના અજય રામ પ્રકાશ શર્મા અને કબીર અરૂણ લાલચંદાણી, આત્મજ સ્પાના રાજેસ મોતીસીંગ પરિહાર અને તપસ સ્પાના ધર્મેશ અરવિંદ સાવીયાની ધરપકડ કરી તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે.