છબીલ પટેલ દ્વારા હત્યાના સાક્ષીને ફોડવા માટે રેકી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ
બહુચર્ચિત પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસમાં હત્યાને નજરે જોનારા ગાંધીધામના પવન મોરેના બંગલાની રેકી કરતા ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે.છબીલ પટેલ દ્વારા સાક્ષીને ફોડવા માટે રેકી કરાવવામાં આવતી હતી તેથી છબીલ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે.
જયંતી ભાનુશાલી હત્યા કેસની તપાસ કરી રહેલ સીટની ટીમે બે દિવસ પહેલા ગાંધીધામના એક મીડીયા કર્મીની છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક અંતર્ગત પૂછપરછ કરી હતી એ મીડીયા કર્મીની પૂછપરછ માં સીટની ટીમને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે, વિદેશમાં હોવા છતાંયે છબીલ પટેલ જયંતી ભાનુશાલીની હત્યા કેસના સાક્ષીઓને ફોડવાના પ્રયત્નો કરી રહ્યા છે જયંતી ભાનુશાલી હત્યા કેસના નજરે જોનાર સાક્ષી ગાંધીધામના પવન મોરેની સુરક્ષા માટે નજર રાખી રહેલ પોલીસને જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સો પવન મોરેના બંગલાની રેકી કરી રહ્યા છે પોલીસે તેઓની ધરપકડ કરી છે.
કચ્છ પોલીસે આ આખા બનાવને ગંભીરતા થી લીધો છે બોર્ડર રેન્જ આઈજી ડી. બી. વાઘેલા, પૂર્વ કચ્છ એસ. પી. પરીક્ષિતા રાઠોડ બનાવ ઉપર નજર રાખી રહ્યા હતા પૂર્વ કચ્છ પોલીસ વતી એસઓજી પી.આઈ. જે. પી. જાડેજાએ જાતે ફરિયાદી બની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. આ ચાર આરોપીઓના નામ પિયુષ દેવજી વસાણી, ગામ: મોટી મઉ (માંડવી), રસિકભાઈ સવગણ પટેલ, હરિપર રોડ, ભુજ, કોમેશ મગનલાલ પોકાર, ગામ- દેવપર (માંડવી) આ ત્રણ ની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે જયારે આરોપી (૪) માં ભાગેડુ છબીલ નારાણ પટેલ છે. જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલની વચ્ચે લોહિયાળ બનેલી રાજકીય દુશ્મનાવટ બાદ બનેલી દરેક ઘટનાઓની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે