બોર્ડ ટોપ ટેનમાં રપ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું: ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર ૧૬ વિદ્યાર્થીઓ: બોર્ડમાં વિષય પ્રથમ ૧૦૦ માંથી ૧૦૦ પ્રાપ્ત કરનાર ૧૬ વિદ્યાર્થીઓ
વર્ષ ૧૯૯૯ થી રાજકોટ શહેરમાં શરુ થયેલ મોદી સ્કુલ તેના બોર્ડના પ્રથમ પરિણામથી જ રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં શિક્ષણ જગતમાં છવાઇ ગઇ છે. જો શિક્ષણમાં સારી કારકીર્દી ઘડવી હોય, ભવિષ્યમાં મેડીકલ, એન્જીનીયરીંગમાં જવું હોય કે એમા પણ NIT, IIT જો માં કે ધીરૂભાઇ અંબાણલ કે પેટ્રોલીયમ યુનિ. વગેરે જેવી આંતર રાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય અથવા મેડીકલ, ડેન્ટલમાં ડોનેશન વગર પ્રવેશ મેળવવો હોય તો મા-બાપની પ્રથમ પસંદગી મોદી સ્કુલ હોય, કારણ કે, મોદી સ્કુલમાં માત્ર બોર્ડની જ નહીં પરંતુ સાથો-સાથ GUJCET/NEET અને JEE MAIN, JEE ADVANCEની તૈયારી કરાવવામાં આવે છે.
બોર્ડના પરિણામોમાં મુખ્ય પરિણામો એટલે ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સાયન્સ ના પરિણામોમાં સતત સર્વોચ્ચ સ્થાને રહેનાર મોદી સ્કૂલ્સે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. બન્ને પરિણામોમાં બોર્ડ ટોપટેનમાં વિદ્યાર્થીઓએ સર કરીલ માર્ચ ૨૦૧૮ ધો.૧ર સાયન્સના પરિણામોમાં સમગ્ર રાજકોટ જીલ્લામાં, બોર્ડ ટોપટેનમાં ૨ વિદ્યાર્થીઓ ૯૯ પી.આર. તેથી વધુ ૩૮ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૨૨૬ વિઘાર્થીઓ આ સાથે ગુજકેટ ટોપટેનમાં પણ ૩ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૩પ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૨૪૯ વિઘાર્થીઓ છે.
NEET માં ૬૦૦ કે તેથી વધુ માર્કસ એવા અપેક્ષીત ૧૧ વિઘાર્થીઓ તથા JEE Main 2019માં ૯૯ પીઆર ઉપર ૭, ૯૫ પીઆર ૪૪ અને ૯૦ પીઆર ઉપર ૮૭ વિદ્યાર્થીઓ JEE Advanced માટે કવોલીફાય ૧૫૯ વિદ્યાર્થીઓ એ સમગ્ર ગુજરાતમાં મોદી સ્કૂલ્સનું ગૌરવ વધારેલ છે. NEET/JEE ની ૩૮અઘ્યાપકોની સ્ટ્રોંગ ટીમ જેમાં રર ફેકલ્ટી તો આઉટ સ્ટેટની છે. GSEBદ્વારા લેવાતી પ્રખરતા શોધ કસોટીમાં પ્રથમ ૧૦૦૦ વિઘાર્થીઓમાં ર૧ વિઘાર્થીઓ મોદી સ્કુલનાં છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી GSEB ની પરીક્ષામાં સમગ્ર રાજકોટ જીલ્લામાં ૬ વિઘાર્થીઓ સીલેકટ થયા તે ૬ એ ૬ વિદ્યાર્થીઓ મોદી સ્કુલના છે.
સમગ્ર ગુજરાતમાં જે સ્કુલમાંથી સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડીકલ- એન્જીનીયરીંગમાં જતા હોય તો તે મોદી સ્કુલનાં છે. તેના હજારો વિઘાર્થીઓ સમગ્ર ભારતમાં અને વિદેશમાં ખુબ સારી કંપનીઓમાં ઊંચા પગાર મેળવી રહ્યા છે કે પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં ખુબ આગળ છે અથવા પોતાની ધીકતી પ્રાઇવેટ પ્રેકટીસ કરી રહ્યા છે. સાથો-સાથ સમાજની સેવા પણ કરી રહ્યા છે.
મોદી સ્કુલના સ્થાપક ડો. આર.પી.મોદી પોતે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડમાં માનતા નથી. તે શોર્ટકટમાં માનતા નથી. સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વરુપે આ સ્કુલના તમામ સ્ટાફ અને પ્રિન્સીપાલશ્રીઓ પણ આ જ પથ પર ચાલે છે. ધો ૧૦ એસએસસી ના પરિણામો સમાજને સૌથીવધુ આકર્ષિત કરનાર હોય તેમાં મોદી સ્કુલના ૯૯.૯૯ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩ રહી છે.
બોર્ડ ટોપ ટેનમાં રપ વિદ્યાર્થીઓ સાથે એ-૧ ગ્રેડ મેળવનાર ૧ર૪ વિદ્યાર્થીઓ છે. દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ પ્રાપ્ત કરતા હોય છે. તેમાં પણ ધોરણ ૧૦ ના પરિણામમાં ૧૬ વિદ્યાર્થીઓએ મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવેલ છે. સ્કુલ તેના પરિણામમાં દર વર્ષે પોતાના જ જૂના વિક્રમો તોડી નવા વિક્રમોની હાર માળા સર્જે છે.
નિલેશ ર્સેંંજલીયા (પ્રિન્સીપાલ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મોદી સ્કૂલના પ્રિન્સીપાલ નિલેશ સેંજલીયાએ જણાવ્યું હતું કે, માર્ચ-૨૦૧૯માં લેવાયેલી એસએસસી બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. તેમાં બોર્ડ ફર્સ્ટ અમારી સ્કૂલના ૩ વિદ્યાર્થીઓ આવેલા છે. બોર્ડ સેક્ધડ ૫ વિદ્યાર્થીઓ આવેલા છે તથા ટોપ ટેનમાં ૨૫ વિદ્યાર્થીઓ આવેલા છે. ગણિત વિષયમાં ૧૬ વિદ્યાર્થીઓને ૧૦૦ માર્કસ આવેલ છે. અમારી બધી જ બ્રાન્ચનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે.
અમારા વિદ્યાર્થીઓ દર વખતે રેકોર્ડબ્રેક કરતા હોય છે. તેમાંથી એક વિદ્યાર્થીની નંદાણી ખુશાલી કે જેમના પિતા થોડા વર્ષો પહેલા એકસ્પાયર થઈ ગયા હતા. પરંતુ તેના માતાએ સંઘર્ષ કરી ખૂબ સારી રીતે પોતાની પુત્રીઓને સારું ભણતર આપી રહ્યાં છે. ત્યારે ખુશાલીને ૯૯.૯૯ પીઆર આવ્યા છે અને તે સાયન્સ લઈ મેડીકલમાં ખૂબ સારું નામ કમાશે તેવી અપેક્ષા છે.
૧૯૯૯થી મોદી સ્કૂલ શરૂ થઈ ૨૦૧૯ સુધીમાં જે રેકોર્ડ હતા તે બધા જ રેકોર્ડને બ્રેક કરી ૯૭.૮૭ ટકા સાથે ખુશાલી પ્રથમ આવી છે. ગયા વર્ષનો અમારો રેકોર્ડ ૯૭.૬૭ ટકા હતો. ૯૯.૯૯ પીઆર તો હતા જ. અત્યાર સુધીના ૨૦ વર્ષના બધા જ રેકોર્ડ તેમણે બ્રેક કર્યા છે. તેને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. ભવિષ્યમાં બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સફળતા મેળવે તેવી શુભકામના છે.
નંદાણી ખુશાલી
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મોદી સ્કૂલની વિદ્યાર્થીની નંદાણી ખુશાલીએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખૂશ છું મારા રિઝલ્ટથી કારણ કે, મેં આટલું સારું પરિણામ આવશે તેવું વિચાર્યું ન હતું. ત્યારે મારે ૯૯.૯૯ પીઆર આવ્યા છે અને હું રેકોર્ડબ્રેક કરી તે વિચાર્યું ન હતું. મેં શરૂઆતથી તૈયારીઓ કરી હતી તેથી છેલ્લે વધુ મુશ્કેલી ન પડે હું રોજનું રોજ રિપીઝન કરતી, મારે પપ્પા નથી તે દસ વર્ષ પહેલા એકસ્પાયર થઈ ગયા છે. મારા મમ્મી મારૂ આ ઝળહળતું પરિણામ જોઈ ખૂબ જ છે. તેને મારા પર ખૂબ જ ગર્વ છે. હવે એ ગ્રુપ લઈ એન્જીનીયર બનવા માંગુ છું.
આસ્થા બારડ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મોદી સ્કૂલની વિદ્યાર્થીની આસ્થા બોરડે જણાવ્યું હતું કે, મને ૯૯.૯૯ પીઆર આવ્યા છે અને હું ખૂબ જ ખૂશ છું, કારણ કે મેં નહોતું ધાર્યું કે મને આટલું સારું પરિણામ આવશે. મેં દસમાં ધોરણની શરૂઆતથી જ ખૂબ જ મહેનત કરી હતી. તેથી આજ આટલું સારું પરિણામ આવ્યું છે મને મારી સ્કૂલ અને માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તેથી ખૂબ જ ખુશ છું, મારા બંને ડોકટર છે. તેથી મને પણ ડોકટર જ બનવું છે તેથી મેં સાયન્સમાં લીધું છે.
આંચલ પરમાર
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મોદી સ્કૂલની વિદ્યાર્થીની આંચલ પરમારે જણાવ્યું હતું કે, મારે ૯૯.૯૯ પીઆર આવ્યા છે અને મેં જયારે પરિણામ જોયું અને મને આટલા સારા પીઆર આવતા મારી ખુશીનું કાંઈ ઠેકાણું રહ્યું નહોતું, મારા પેરેન્ટસ તથા સ્કૂલનો મને ખૂબજ સપોર્ટ હતો ત્યારે હું આજે સારું પરિણામ મેળવી શકી છું, હું રોજના સાત કલાક વાંચતી હતી, મને ૯૯ માર્કસ સંસ્કૃત, ગણીત અને સામાજીક વિજ્ઞાનમાં આવ્યા છે, હવે મારે સાયન્સમાં રાખી એમ.બી.બી.એસ. કરવું છે.