દાદરાનો ભાગ ધડાકાભેર તૂટતાં દોડધામ: ફાયર વિભાગે રેસ્કયુ કરી રહેવાસીઓને બચાવ્યા: જાનહાનિ ટળી
ભાવનગરમાં ફરી એકવાર ફરી એકવાર મકના ધરાશાઈ થયાની ઘટના સામે આવી છે. જેમાં આજે રાત્રિના સાડા આઠ વાગ્યે હાઉસીંગ બોર્ડના કૈલાસનગર વિસ્તારમાં અત્યંત બિસ્માર ત્રણ માળીયાના બિલ્ડિંગના બ્લોક નં.14ના દાદારાઓ ધડાકાભેર તૂટી પડતાં રહેવાસીઓ અને આસપાસના લત્તા વાસીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ભાવનગરની દુર્ઘટનાના પગલે રાતોરાત તંત્ર દોડતું થયું હતું અને ફાયર વિભાગ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ હાથ ધર્યું હતું.આ દુર્ઘટનામાં 6 લોકો દબાઈ ગયા હતા. જો કે સદભાગ્યે ફાયર વિભાગે સત્વરે ઘટનાસ્થળે પહોંચીને તમામને બચાવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે હજી આ ત્રણ માળીયામાં રહેનારાઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી હાલત નિમ્ન મધ્યમ વર્ગની હોય વધુ ભાડુ ભરીને અન્યત્ર રહેવા જઇ શકીયે તેવી નથી આ તંત્ર કોઇ ભાડુ ચૂકવતું નથી એટલે અમારે આવા જર્જરિત મકાનોમાં રહેવું પડે તેવી સ્થિતિ છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો અને અન્ય તમામને શિવાજી સર્કલના મહાપાલિકાના શેલ્ટર હાઉસમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતુ.
હાઉસિંગ બોર્ડના મકાન ધરાશાયી થયા ને બે કલાક જેટલો સમય વીતવા છતાં હાઉસિંગના અધિકારીઓ હજુ પણ ઘટના સ્થળ ન આવતા રોષ છવાઇ ગયો હતો. જો કે મોડે સુધી પણ કોઈ અધિકારી ઘટનાસ્થળે આવ્યા ન હતા. આ વિસ્તારમાં હજુ પણ કેટલાય મકાનો જર્જરીત હાલોલમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છેે લોકો ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે.
ઘટના સ્થળે મોડેથી આવેલા હાઉસીંગ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતુ કે આ મકાનો ખાલી કરી દેવા અંગે અગાઉ જ નોટિસ આપી દેવામાં આવી છે અને વારંવાર તેની યાદી પણ આપવામાં આવે છે આમ છતાં આ લોકો આ જર્જરિત મકાનમાં રહે છે. તો રહેવાસીઓ કહે છે કે અન્ય સોસાયટીના રહેવા માટે ભાડુ આપીને ઘર ખાલી કરાયા પણ અમને અન્ય સ્થળે જવા તો એક રૂપિયો પણ ભાડા રૂપે અપાતો નથી તો અમે ક્યાં જઇએ ?
મકાન ઘરાશાયીની ઘટનામાં ઇજાગ્રસ્તોની યાદી
1) ચંદ્રિકાબહેન લક્ષ્મણભાઇ સિદ્ધપુરા (ઉ.વ.60)
2) દયાબહેન કાનશીભાઇ મકવાણા(ઉ.વ.73)
3) રંજનબહેન હરેશભાઇ ચૌહાણ (ઉ.વ.50)
4) સુનિતાબહેન પંકજભાઇ ચૌહાણ (ઉ.વ.28)
5) અંશ પંકજભાઇ ચૌહાણ(ઉ.વ.03)
6) જીલુભાઇ નાથાભાઇ હરકટ (ઉ.વ.05)