૨૦થી વધુ લોકો ફસાયા હોવાની શકયતા: ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તે માટે વડાપ્રધાને કરી પ્રાર્થના
મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં ગત રાત્રિના ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતાં હાલ ૧૦ લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. ભીવડીમાં આ ઇમારત ધરાસાઇ થતા કાટમાળમાં હજુ પણ ૨૦ થી ૨૫ લોકો દબાયા હોવાની શક્યતા છે. આ ઘટના બનતા તુરત જ સ્થાનિકોએ ૨૦ જેટલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. એનડીઆરએફની ટીમે તુરત ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી હજુ રેસ્ક્યૂની કામગીરી શરૂ હોય કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. આ બિલ્ડીગ માં લગભગ ૨૧ પરિવાર રહેતા હતા. મળતી વિગતો મુજબ ભિવડીમાં આ ઘટના લગભગ ગઇરાત્રીના ૩:૪૦ મિનિટના અરશામા બનાવા પામી છે.
મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ જર્જરિત થઇ ગયુ હતું. જેના કારણે આ બિલ્ડીંગ ધરાશાઇ થયું છે. ઇમારત પડતા જ સ્થાનિકોએ બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની હાથ ધરી હતી. ત્યાર બાદ વહેલી સવારથી એનડીઆરએફની ટીમ પણ કાટમાળમાંથી રેસ્કયુ કામગીરી કરી રહી છે. એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઇમારત ઈ.સ. ૧૯૮૪માં બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ્ડીંગ પડવાને કારણે ઇજા ગસ્ત થયેલાઓને જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. અને મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના દાખી છે.