એશિયન હાથી, બંગાળી બગલાઓ લુપ્ત થવાની પ્રજાતિઓમાં સામેલ: રક્ષણ તથા તેના સંવર્ધનની કવાયત હાથ ધરાઈ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વસવાટ કરતું ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ પ્રજાતિ વિસરતી એટલે કે લુપ્ત થતી જણાય છે ત્યારે રીપોર્ટ મુજબ વિશ્ર્વની ૧૦ નામશેષ થવાના આરે આવેલી પ્રજાતિઓમાં ત્રણ ભારતની પ્રજાતિ હોવાનું સામે આવ્યું છે જેમાંથી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડનો સમાવેશ થયો છે. સાથોસાથ એશિયન હાથી તથા બંગાળી ફલોરીકન એટલે કે બગલાઓની પ્રજાતિ લુપ્તપ્રાય થતી નજરે પડે છે. આ તમામ પ્રજાતિઓના રક્ષણ અને તેના સંવર્ધન માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કયાંકને કયાંક વિશ્ર્વના બદલતા જતા પર્યાવરણને લઈ વિસરતી પ્રજાતિનો કાળક્રમ જાણે શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. જુરાસીક પાર્કથી ડાયનોસોરની લુપ્ત થયેલી પ્રજાતિ અંગેની હકિકત ઉજાગર કરવામાં આવી હતી ત્યારે સાંપ્રત સમયમાં વિશ્ર્વની ૧૦ પ્રજાતિઓ નામશેષ થવા જઈ રહી છે.
વૈશ્ર્વિક સ્તરે વિશ્ર્વની પ્રજાતિઓને લુપ્ત થતી બચાવવા માટે જે-તે પ્રદેશમાં આ પ્રજાતિઓનાં રક્ષણ અને તેના સંવર્ધન માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. વિશ્ર્વના અલગ-અલગ દેશોએ સંયુકત રાષ્ટ્ર મહાસંઘની પરીષદમાં પોત-પોતાના દેશની વિચરતી પ્રજાતિઓનાં અહેવાલ ગાંધીનગર ખાતે આગામી ૧૫ થી ૨૨ ફેબ્રુઆરીએ યોજાનારી પર્યાવરણ બેઠકમાં જાહેર કરવામાં આવશે. ક્ધવેન્શન ઓફ ક્ધઝર્વેશન ઓફ માયગ્રેટરી સ્પીસીસ એટલે કે વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય નોંધણીમાં સભ્ય દેશોએ જવાબદારીપૂર્વક પોતાના પ્રદેશમાં લુપ્તતાના આરે પહોંચેલા પશુ-પંખીઓનાં રક્ષણ અને તેના સંવર્ધનની જવાબદારી અંગે કામ કરવાનું હોય છે. વિશ્ર્વમાં અત્યારે ૧૫૩ પ્રજાતિઓ શીડયુલ-૧માં સામેલ કરીને તેને અસ્તિત્વનો સંઘર્ષ કરનારી પ્રજાતિઓમાં સામેલ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષ સ્થાને ૧૭મી ફેબ્રુઆરીએ સંયુકત રાષ્ટ્ર સંઘની બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે.
ગાંધીનગર ખાતે યોજાનારી આ વૈશ્ર્વિક પરિષદમાં અસ્તિત્વ સામે સંઘર્ષ કરી રહેલ પ્રજાતિઓને બચાવવાના નિદર્શિત કાર્યક્રમની રૂપરેખા તૈયાર થશે ત્યારે ચીનના કુલવિંગ ખાતે ૧૫મી કોન્ફરન્સ ઓકટોબર યોજવવા માટેનો મુસદો તૈયાર કરવામાં આવશે. ભારતે પોતાની ૩ પ્રજાતિઓ રક્ષિત અને સંઘર્ષમય પરિસ્થિતિમાં હોવાનું જાહેર કર્યું છે જેમાં ઘુવડ, હાથી અને બગલા સાથે જેગુઆર, ઉરીયળ અને વિવિધ પ્રકારની સાર્કને લુપ્ત થતી પ્રજાતિઓમાં જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શેડયુલ-૧ અને શેડયુલ-૨માં ૫૧૮ જેટલી પ્રજાતિઓ અને તેની પેટા જાતિની પ્રજાતિઓને શેડયુલ-૨માં પણ સામેલ કરવામાં આવી છે. ખાસ જંગલ વિસ્તારમાં કૃત્રિમ પ્રકાશની દુરોગામીની અસરો, પ્રદુષણ, પ્લાસ્ટીક પ્રદુષણ, ઉર્જા અને અન્ય માળખાકિય સુવિધાઓ જંગલ વિસ્તારોમાં ઉભી કરવામાં આવતી હોવાથી વૈશ્ર્વિક રીતે જીવજંતુઓ અને વિચરતી પ્રજાતિઓ જેવા કે ચામાચીડીયા, પક્ષીઓ અને સમૃદ્ધિય કાચબાઓ ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગે છે. ગાંધીનગર ખાતે યોજાનારી આ કોન્ફરન્સમાં ૧૧૦ દેશોનાં પ્રતિનિધિઓ ૧૨ જેટલી જીવનનો સંઘર્ષ કરી રહેલ પ્રજાતિઓમાં ડોલ્ફીન, જીરાફ જેવી પ્રજાતિઓનાં રક્ષણ માટે ચર્ચા કરવામાં આવશે.