કુવાડવા પોલીસે બોલેરો કાર, પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર, બેરલો મળી કુલ રૂ. ૨૭,૪૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટના ભીચરી ગામે ટેન્કરમાથી નળી નાખી ત્રણ શખ્સો પેટ્રોલ – ડીઝલની ચોરી કરતા ત્રણ તસ્કરોને કુવાડવા પોલીસે ઝડપી પાડી પેટ્રોલ- ડિઝલનો જથ્થો તથા ટેન્કર અને બોલેરો કાર મળી કુલ રૂ. ૨૭,૪૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભીચરી ગામે ટેન્કરમાંથી નળી નાખી ત્રણ તસ્કરો પેટ્રોલ ડિઝલની ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમી કુવાડવા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ . સી.વાળા ના માર્ગદર્શન હૈઠળ રહેલા પી.એસ.આઈ બી.પી.મેઘલાતર તથા પો.હેડ.કોન્સ. અરવિંદભાઇ ડી.મકવાણા તથા જયંતીભાઈ, એસ.ગોહિલ તથા કિશોરભાઈ કે.પરમારની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જોતા એક સફેદ કલરનું ટેન્કર પડેલ હોય જેમાંથી શીલતોડી તેની બાજુમાં બોલેરો ગાડી રાખી તેના ટેન્કરમાંથી નળી વાટે કેરબામાં પેટ્રોલ/ડીઝલ કાઢતાં (૧) દોલતભાઇ આલાભાઇ પરમાર જાતે-રબારી ( ઉવ. રપ) તા-લાલપુર જી-જામનગર, (ર) અતુલભાઇ ગડવાભાઇ પરમાર જાતે-રબારી ઉવ ૨૯ રહે તા-લાલપુર જી-જામનગર (૩) વિનોદભાઇ ગીગાભાઇ ડાંગર જાતે-આહીર ઉ.વ ૩૦ (રહેં-અમરગઢ ભીચરી)ની ધરપકડ કરી કુવાડવા પોલીસે (૧) ૧૫,૦૦૦/- લીટર ડીઝલ ની કિ.રૂ.૧૦,૮૦,૦૦૦/- તથા ને (૨) બીજા ખાનામાં પેટ્રોલ આશરે ૫,૦૦૦/- લીટરની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા ને (૩) પેટ્રોલ ડીઝલ ભરેલુ ટેન્કર કિંમત રૂ. ૨૪,૩૦,૦૦૦ (૪) ૨૦૦ લીટર ડીઝલ ભરેલું બેરલ કિ.રૂ.૧૪,૦૦૦/- (૫) ૪૦ લીટર પેટ્રોલ ભરેલ કેરબાની કિ.રૂ.૨૮૦૦/- તથા ને (૬) બોલેરો ગાડી ને-જીજે-૦૩-બીડબ્લ્યુ-૨૪૨૦ ની કિ રૂ.૩,૦૦,૦૦૦/- તથા ન(૭) ટેન્કરનું લોક ખોલવા ઉપયોગમાં આવતા બે ટી આકારના લોખંડના પાના ની કિ. રૂ.૨૦૦ મળી કુલ મુદામાલ કિ રૂ.૨૭,૪૭,૦૦૦/- નો ગણી કબજે કર્યો છે.