રૂ. ૪ લાખની કિંમતના ર૦ મોટર સાઇકલ કબ્જે
બોટાદ પંથકમાં ર૦ થી વધુ બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂ.૪ લાખની કિંમતના બાઇક કબ્જે કર્યા છે.
બોટાદ શહેરમા છેલ્લા ઘણા સમયથી મોટર સાયકલની ચોરીઓ થતી હોય જે ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીના ગુન્હા બનતા અટકાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી સજનસિંહ પરમાર સાહેબની સુચનાથી અને નાયબપોલીસ અધિક્ષક સાહેબશ્રી ડી.એસ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ બોટાદ પો સ્ટે ના પો ઇન્સ શ્રી જે.એમ.સોલંકીસાની સીધી દેખરેખ હેઠળ સદરહુ મોટર સાયકલ ચોરીના ગુનેગારોને પકડવા માટે ડીસ્ટાફ પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.રાઠોડ તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.પ્રજાપતિ તથા પો.સબ.ઇન્સ.શ્રી એન.સી.સગર તથા ડીસ્ટાફ હેડ કોન્સ અરવીંદભાઇ યુ. મકવાણા તથા પો.કોન્સ. જયપાલસિંહ એ. ચુડાસમા તથા પો કોન્સ રામદેવસિંહ ડી. મોરી તથા પો.કોન્સ. બળદેવસિંહ એફ. લીંબોલા તથા પો.કોન્સ. રાજેશભાઇ સી. વીદાણી તથા પો. કોન્સ.વનરાજભાઇ વી. બોરીચા તથા પો. કોન્સ. ભરતભાઇ કે. મોરવાડીયા વીગેરેની અલગ-અલગ ટીમો બનાવી મોટરસાયકલ ચોરીના ગુન્હાને અજાંમ આપતા ગુન્હેગારોને પકડવામાટે બોટાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન તા.૨૮/૦૨/૨૦૧૮ ના ક.૧૫/૦૦ વાગ્યે બોટાદમા નાગલપર દરવાજા પાસે અલ્પેશ ઉર્ફે ડુંડી બાબુભાઇ બાવળીયા ઉ.વ.૨૩ રહે અળવ તા.રાણપુર જી.બોટાદવાળો એક હીરો હોન્ડા મો.સા. નંબર વગરનુ લઇ શંકાસ્પદ હાલતમા નીકળતા તેને રોકી ચેક કરતા કોઇ આધાર પુરાવા ન હોય અને સદરહુ મો.સા. ચારેક દીવસ પહેલા ગીરધરનગર મીરાપાર્ક પાસેથી ચોરીકરેલાની કબુલાત કરેલ બાદમા મજકુર આરોપીને ઉડાણપુર્વક યુક્તિ-પ્રયુક્તિથી પુછ-પરછ કરતા પોતે તથા તેનો મીત્ર પ્રવિણ ઉર્ફે પવો ભુપતભાઇ સાકરીયા કોળી રહે અળવ ગામ તા.રાણપુર જી.બોટાદ તથા અરવીંદભાઇ બીજલભાઇ કાલીયા કોળી રહે. અળવ ગામ તા.રાણપુર જી.બોટાદ વાળાઓએ ત્રણેય જણાએ સાથે મળી બોટાદ શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ ૨૦ મો.સા.ની ચોરી કરેલાની કબુલાત આપતા તેઓના કબ્જામાંથી નીચે મુજબની મો.સા.ઓ કબ્જે કરવામા આવેલ છે
આમ ઉપરોક્ત મુજબની કુલ ૨૦ મો.સા. કુલ કી.રૂ. ૪,૦૦,૦૦૦/- ની આરોપીઓ પાસેથી કબ્જે કરી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરીમુદ્દામાલ કબ્જે કરી કુલ ૨૦ મો.સા. ચોરીનો ભેદ ઉકેલવામાં બોટાદ પોલીસને સફળતા મળેલ છે અને આરોપીઓ ચોરેલ મોટર સાયકલના સ્પેરપાર્ટ અલગ કરી વેંચવાની પેરવીમા હતા તે સમયે પોલીસે દબોચી લીધા હતાં.