રાજ્ય સરકારે ૨૦૦૪ની બેચના ૧૫ આઈએએસ અધિકારીઓને તેમના સને જ પ્રમોશન આપીને ઉચ્ચ પગાર ધોરણ આપ્યું
રાજય સરકાર દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લા કલેકટર સહિત સૌરાષ્ટ્રનાં આઈએએસ અધિકારીને બઢતી આપી છે જેમાં તેઓને તેમનાં સ્થાને પ્રમોશન આપીને ઉચ્ચ પગારધોરણમાં સમાવવામાં આવ્યા છે. આ રીતે કુલ ૨૦૦૪ની બેંચનાં ૧૫ આઈએએસ અધિકારીઓને રાજય સરકારે પ્રમોશન આપ્યા છે.
રાજય સરકાર દ્વારા ગઈકાલે સાંજનાં રાજયનાં ૨૦૦૪ની બેંચનાં ૧૫ આઈએએસ અધિકારીઓને તેમનાં જ સ્થાને પ્રમોશન આપીને ઉચ્ચ પગારધોરણ પણ આપવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, મધ્ય ગુજરાત વીજ કંપની લી. વડોદરાનાં મેનેજીંગ ડિરેકટર રાજેશ મંજુ, એડીશનલ સેક્રેટરી ટુ ગર્વમેન્ટ-જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, ગાંધીનગરનાં કે.ડી.કાપડીયા, ડેપ્યુટી ડિરેકટર જનરલ-સરદાર પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-અમદાવાદનાં કે.એમ.ભીમજીયાણી, એડીશનલ રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર-ગાંધીનગરનાં એમ.જે.ઠકકર, સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન-ગાંધીનગર ડી.જી.પટેલ, ચીફ એકઝીકયુટીવ ઓફિસર જી.યુ.ડી.એ. જી.સી. બ્રહ્મભટ્ટ, એડિશનલ ચીફ ઈલેકશન ઓફિસર ઓફ ગુજરાત સ્ટેટ એસ.એમ.પટેલ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર એમ.એ.ગાંધી અને રજીસ્ટ્રાર ઓફ કોર્પોરેટીવ સોસાયટી-ગાંધીનગર એન.બી.ઉપાધ્યાય તેમજ મનીષા ચંદ્રા, ડો.રાજેન્દ્રકુમાર અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ થાય છે.
રાજયભરનાં મહેસુલી કર્મચારી કાલથી અચોકકસ મુદતની હડતાલ ઉપર
રાજયભરનાં મહેસુલી કર્મચારીઓ પડતર પ્રશ્ર્નનો ઉકેલ લાવવાની માંગ સાથે આવતીકાલથી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી રહ્યા છે તેઓએ અગાઉ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન તેમજ માસસીએલનો કાર્યક્રમ આપ્યા બાદ હવે અચોકકસ મુદતની હડતાલ શરૂ કરવા જઈ રહ્યા છે. રાજય સરકાર સમક્ષ ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળે વિવિધ પડતર પ્રશ્ર્નો મુકીને તેનો ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે જયાં સુધી આ પ્રશ્ર્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહેસુલી કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો હતો જોકે ત્યારે સમજાવટથી મામલો પતી ગયો હતો.