વર્ષ 2020 માટે ફિઝિક્સનો નોબલ પુરસ્કાર રેઈનહાર્ડ ગેંઝેલ અને એન્ડ્રીયા ગેઝ, રોજર પેનરોઝને સંયુક્ત રીતે આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નાના નાના કણોથી માંડીને અવકાશના રહસ્યો સુધીની દરેક વસ્તુ શોધવા માટે વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રનું નોબેલ એનાયત કરવામાં આવ્યું હતું.
રોજર પેનરોઝ દ્વારા જણાવાયું હતું કે બ્લેકહોલ બનવાની ક્રિયાના આધારે જનરલ થિયરી રિલેટિવિટીની આગાહી કરી શકાય છે. બીજી તરફ રેનહાર્ટ અને એન્ડ્રીએ ગેલેક્સીના મધ્યમાં હજાર સુપરમાસીવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટને શોધી કાઢ્યા હતા. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિક સેક્રેટરી જનરલ હોરન હેન્સન દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ગોલ્ડ મેડલ સાથે 11 લાખ ડોલરથી વધુનું રોકડ ઇનામ અપાય છે. આ એવોર્ડ સ્વીડિશ શોધક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે.
ગયા વર્ષનો એવોર્ડ કેનેડિયનમાં જન્મેલા કોસ્મોલોજિસ્ટ જેમ્સ પીબલ્સને બિગ બેંગ બાદ તેમના કાર્ય માટે આપવામાં આવ્યો હતો. તેમની સાથે સ્વિસ ખગોળશાસ્ત્રી મિશેલ મેયર અને ડિડીઅર ક્યુલોઝએ પણ સૌર સિસ્ટમની બહારના ગ્રહની શોધખોળ કરવાનો પ્રયત્ન કર્યો હતો આ વર્ષે, કોરોના વાયરસને કારણે વધુ લોકો સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા.