સંત લાલાબાપા મોચી જ્ઞાતિ દ્વારા ૯ દિકરીઓના સમુહ લગ્ન, જીવનસાથી પસંદગી મેળો, રકતદાન કેમ્પ: બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
તાજેતરમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત મોચી સમાજ દ્વારા સંત લાલાબાપા મોચી જ્ઞાતી યુવક મંડળ દ્વારા લાલાબાપાની ૭૭મી પુણ્યતિથિએ સમુહ લગ્નનું સમુહ મહાઆરતી મહારકતદાન કેમ્પ અને જનક્ષત્રિય મોચી જ્ઞાતી એકતા દ્વારા જીવન સાથી પસંદગી સંમેલન અને સમુહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોચી સમાજના તમામ મંડળો સંત લાલાબાપા મોચી જ્ઞાતી યુવક મંડળ જનક્ષત્રિય મોચી સમાજ એકતા મંડળ, મોચી જ્ઞાતી સમાજ ટ્રસ્ટ, મોચી જ્ઞાતી કર્મચારી પ્રગતિ મંડળ, કોઠારીયા રોડ, મોચી જ્ઞાતી સમાજ, જામનગર રોડ, મોચી જ્ઞાતી સમાજ, લાલાબાપા યુથ મંડળ ઉપલાકાંઠા, સીતારામ ધુન મંડળ, પુનમગઢ મંડળ, ગાંધીગ્રામ, અગિયારસ મંડળ ગાંધીગ્રામ, મોચી જ્ઞાતી સેવા ટ્રસ્ટ, ગાંધીગ્રામ સંત લાલા જાગા સમુહ લગ્નોત્સવ સમિતિએ સેવા આપી હતી.
આ પ્રસંગે જીવનસાથી પસંદગી મેળામાં આશરે ૧૨૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેનું સંચાલન રાજુભાઈ જેઠવા, કલ્પેશભાઈ ચાવડા અને અરવિંદભાઈ વાળાએ કર્યું હતું. ત્યારબાદ બપોરે ૪ કલાકે ૯ દિકરીઓના સમુહ લગ્નોત્સવ યોજાયા હતા. દિકરીઓને કરીયાવરમાં આશરે ૧૧૫ વસ્તુઓ આપવામાં આવી હતી અને રાજુભાઈ જેઠવા તથા દરેક સંસ્થાના તમામ સભ્યો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ આયોજનના મુખ્ય દાતા અને મોચી સમાજના પ્રખર આગેવાન રાજુભાઈ જેઠવા, બાબરાવાળાના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમનું શાલ ઓઢાડી ફુલહાર અને મોમેન્ટ દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
આ તકે મુખ્ય અતિથિ વિશેષ અને ઉદઘાટક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું શાલ ઓઢાડી મોમેન્ટસ આપી ફુલહાર દ્વારા સ્વાગત કરાયું હતું. તેઓએ સમાજને આવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમના હાથે સમુહ મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં સમાજમાં આશરે ૨૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહારકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૮૨ બોટલ (રકત) બ્લડ એકત્ર કરાયું હતું. તેનું સંચાલન અનિલભાઈ ચાવડા લાલાબાપા યુથ મંડળ ઉપલા કાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ જેઠવા બાબરાવાળાના માર્ગદર્શન હેઠળ તમામ મંડળના મુખ્ય સંત લાલાબાપા મોચી જ્ઞાતી યુવક મંડળના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણ, દિવ્યેશ પરમાર, તેજશ ચૌહાણ, પ્રશાંત ચુડાસમા, ચંદ્રેશ ચૌહાણ, રાકેશવાળા, ગુણવંત ઝાલા, ભરત ચૌહાણ, કલ્પેશભાઈ ચાવડા, લાલજીભાઈ ગોહેલ, જયસુખભાઈ ચુડાસમા, હિંમતભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ પરમાર, અમુભાઈ નાગર વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,