ચોટીલા, ચુડા, સુરેન્દ્રનગર અને બજાણા પંથકમાં દરોડા: ૧૫૮૭ બોટલ દારૂ, ટ્રક અને રીક્ષા મળી રૂ ૨૫.૮૨ લાખનો મુદામાલ કબજે
ઝાલાવડ પંથકમાં દારૂ અને જુગારની બદી ડામવા જીલ્લા પોલીસ વડા મનીદરસિંહ પવારે આપેલી સુચનાને પગલે ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડીના કારોલ અને બજાણાના ખેરવા રોડ પર રૂ,૪.૮૨ લાખની કિંમતનો ૧૫૮૭ બોટલ દારુ સાથે બે શખ્સોની ધરપકડ કરી રીક્ષા અને દારૂ મળી રૂ ૨૫.૮૨ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ પર હરીકાંત શોપીંગ સેન્ટરમાં પુનમ કુરીયર નામની દુકાનમાં વિદેશી દારુ છુપાવ્યો હોવાની એલસીબીના સ્ટાફને મળેલી બાતમીના આધારે દરોડો પાડી રૂ ૫૭ હજારની કિંમતનો ૧૪૩ રોટલ દારુ કબજે કરી નાસી છુટેલા મનજી ઉફે મનોજ વશરામ વાઘેલા અને નજીર ઉર્ફે મોટો વલો હુશેન નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જયારે બજાણાના ખેરવા ખીયાણા રોડ પર પીએસઆઇ વી.બી. કણોસરા સહીતનો સ્ટાફ ચેકીંગ હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી જીજે ૧૩ એવી ૧૯૨૦ નંબરની ઓટો રીક્ષા ને અટકાવી તલાસી લેતા રૂ ૧૮ હજારની કિંમતના ૬૦ બોટલ દારુ સાથે મોરબીના ધર્મેશ માધુ કોળી અને તોફીક ઉર્ફે લાલોની ધરપકડ કરી રૂ ૧.૧૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે વિમલ શાંતિલાલ પટેલના મકાનમાં દરોડો પાડી રૂ ૩૬૦૦ ની કિંમતનો ૧ર બોટલ દારુ સાથે બે બોટલ સાથે ઝડપી લીધો હતો. ચુડા તાલુકાના કારોલ ગામની સીમમાં મોજીદડ ગામના વિજય જાદવ અને હરપાલસિંહ ઝાલાએ વિદેશી દારુનો જથ્થો ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ આર.જે.ગોહીલ સહીતના સ્ટાફે દરોડો પાડી રૂ ૧.૪૯ લાખની કિંમતનો ૪૯૬ બોટલ દારુ ઝડપી લીધો હતો. જયારે નાશી છુટેલા હરપાલસિંહ ઝાલાએ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજકોટ આરઆર સેલ સ્ટાફે આજે રાજકોટ ચોટીલા હાઇવે પર પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ હાલત નીકળેલા જીજે ૧૧ વાય ૬૦૭૨ નંબરના ટ્રક ને અટકાવવાની કોશીષ કરતા ચાલક ટ્રક મુકી નાશી જતા ટ્રકની તલાસી લેતા રૂ૨.૬૨ લાખની કિંમતનો૮૭૬ બોટલ દારુ મળી આવતા પોલીસે ટ્રક અને દારુ મળી રૂ ૨૨.૬૨ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા ટ્રક ચાલકની ટ્રકના નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.