અબતક, ચિંતન ગઢીયા,ઉના
ઉના તાલુકાના મોઠા ગામ માતાજીના માંડવાના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સીટી વગાડવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડામાં ગરાળ ગામના ગરાસીયા યુવાન પર મોઠા ગામના ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગરાળ ગામે રહેતા અને અભ્યાસ કરતા યશપાલસિંહ અખુભા વાળા નામના 22 વર્ષના ગરાસીયા યુવાન મોઠા ગામે માતાજીનો માંડવાના દર્શન કરવા મિત્ર સાથે ગયા હતા.
દરમિયાન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોઇએ સીટી વગાડતા ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા મોઠા ગામના ચિરાગ ભૂપેન્દ્ર પરમાર, સંજય જશા પરમાર અને મહિપત મનુભાઇ ગોહિલ નામના શખ્સોએ છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યશપાલસિંહ વાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું છે. ઉના પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.