અબતક,રાજકોટ
સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે ધાર્મિક કાર્યક્રમ વખતે બોલાચાલીને કારણે બે ગરાસિયા યુવાનોના થયેલા ડબલ મર્ડર કેસમાં રાજકોટ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા 302 કલમ હેઠળ 3 શખ્સોને તકસીરવાન ઠેરવ્યા છે. એકને 324 અને એકને 326માં તકસીરવાન ઠેરવવામાં આવ્યા છે.
વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે તા. 10/07/2011 ના રોજ સાંજના સુમારે માતાજીના મંદિરે તાવા પ્રસાદના કાર્યક્રમમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં કોળી જૂથ દ્વારા તિક્ષ્ણ હથીયારો સાથે ગરાસીયા યુવાનો ઉપર થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજાનું ઘટના સ્થળે અને વિશ્ર્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ ડબલ મર્ડ2માં પલટાયો હતો.
આ બનાવની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની ફ2ીયાદ 52થી પોલીસે છગન રઘા દુધરેજીયા, ધીરૂ 2ઘા દુધરેજીયા, સુરેશ રઘા દુધરેજીયા, દિનેશ દેવશી દુધરેજીયા, મનસુખ દેવશી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, લાભુબેન પ્રેમજીભાઇ અને જ્યોત્સનાબેન જેન્તીભાઇ સહીત 10 શખ્સો સામે હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને રાયોટિંગની કલમ હેઠળ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પુર્ણ થતા તમામને જેલ હવાલે કરેલ હતા.
જયારે આ બનાવમાં સામા પક્ષે સવજી દેવશી દુધરેજીયાની ફરિયાદ પરથી બે મરણ જનાર તથા સુખદેવસિંહ જુવાનસિંહ જાડેજા, હરપાલસિંહ બાલુભા જાડેજા, જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ બાપુભા જાડેજા, હિતેન્દ્રસિંહ રામદેવસિંહ જાડેજા, સહદેવસિંહ માનભા જાડેજા સહીત 9 સામે મા2ામા2ીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ હત્યા કેસના મુખ્ય ચાર આરોપીઓ કે જેઓની જામીન અરજીઓ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી નામંજુ2 રહી હતી. પોલીસ દ્વારા તપાસ બાદ ચાર્જશીટ અદાલતમાં રજુ થયા પછી કાનૂની જંગના મંડાણ મંડાયા હતા. દરમિયાન સરકારના કાયદા વિભાગ દ્વારા આ કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇની નિમણૂંક થઈ હતી.
ત્યાર બાદ અનેક કાનુની દાવપેચો અને કાયદાની આટીઘુંટીથી ઘે2ાયેલા કેસની સુનવણી સેશન્સ કોર્ટમાં ચાલવા 52 આવતા બન્ને પક્ષોની 2જૂઆતમાં બન્ને પક્ષે મળી આશરે 160 જેટલા દસ્તાવેજી પુરાવા અને 41 જેટલા સાહેદોની મૌખીક જુબાની લઈ તપાસવામાં આવેલ. જેમાં હત્યા કેસમાં ફરીયાદી સહીત ઈજા પામનાર કુલ ચાર દાર્શનીક સાહેદોને તપાસવામાં આવેલા તથા બન્ને કેસની સુનવણીમાં ત્રણ સ2કા2ી અને બે ખાનગી તબીબોને તપાસવામાં આવેલા. સ્પે. પી.પી. અનિલભાઈ દેસાઈની લેખીત તથા મૌખીક અને રૂ52ાજસિંહ 52મા2 દ્વારા લેખીત દલીલ ક2વામાં આવેલ.
સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટના કુલ 24 ચુકાદાઓ સેશન્સ કોર્ટમાં રજુ કરી આરોપીઓને તહોમતનામામાં દર્શાવેલ કલમો અન્વયે સખત સજા ક2વા રજૂઆત કરી હતી. મુળ ફરીયાદી ભોગ બનનાર સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા વતી રાજકોટના સિનિયર એડવોકેટ રૂપ2ાજસિંહ આર. પરમાર રોકાયેલા હતા. તેઓએ પણ કુલ 155 પેઈઝની લેખીત દલીલ મુળ ફરીયાદી વતી સેશન્સ કોર્ટમાં રજુ કરેલી.
બન્ને પક્ષે થયેલી વિસ્તૃત દલીલો, રજુઆતો, પુરાવાઓ, કાયદાકીય આધા2ો વિગે2ે ધ્યાને લઈને આજરોજ રાજકોટના ત્રીજા એડિશનલ સેશન્સ જજ ડી. એ. વોરાએ બેવડી હત્યા કેસમાં સંડોવાયેલા દિનેશ દેવશી, છગન રઘા અને સુરેશ રઘાને 302 કલમ હેઠળ જ્યારે બાબુ ઉકાને 326માં અને ધીરૂ રઘાને 324માં તકસીરવાન ઠેરવ્યા છે. તેમજ બન્ને બંને પક્ષે મળી બે મહિલા સહિત 12 શખ્સોને શંકાના લાભ આપી છોડી મુકવાનો હુકમ ર્ક્યો છે.
આ ડબલ મર્ડર કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર અનિલભાઈ આર. દેસાઈ રોકાયેલા હતા. મુળફરીયાદી ભોગ બનનાર સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા વતી રાજકોટના સીનીયર એડવોકેટ રૂપરાજસિંહ આર. પરમાર રોકાયેલા હતા.સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર અનિલભાઈ આર. દેસાઈ સાથે મદદમાં એડ્વોકેટ સર્વ શૈલેષભાઈ મોરી, વિનુભાઈ વાઢેર, શૈલેષભાઈ પંડીત, રીતીનભાઈ મેંદપરા, વિજયભાઈ ભલસોડ, જસ્મીનભાઈ ઠાકર અને કિંજલબેન કે. દફત2ી રોકાયેલા હતા.બચાવ પક્ષે એડવોકેટ તરીકે ભાવિન દફ્તરી, પથિક દફ્તરી, દિપકભાઇ ત્રિવેદી, દિનેશ રાવલ, નરેન્દ્રસિંહ જાડેજા, વિકી વ્યાસ, મુકેશ કેશરીયા, યોગરાજસિંહ જાડેજા, સંજય સિંહ રોકાયા હતાં.
અનિલભાઈ દેસાઈ અનેક ચકચારી કેસમાં સરકાર પક્ષે મહત્વની સફળતા પ્રાપ્ત કરી
સીનીયર એડવોકેટ અનિલભાઈ આર. દેસાઈએ સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે તેમની યશસ્વી ફ2જ બજાવેલ છે અને ચકચારી કેસોમાં ખુંખાર-કુખ્યાત ગુન્હેગારોને સજાઓ કરાવેલ છે. અનિલભાઈ આર. દેસાઈની હાલમાં પણ સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર કચ્છના મહત્વના જીલ્લાઓ જેવા કે જામનગરના વકિલ દિનેશભાઈ જોષી હત્યા, મોરબી, રાજકોટના ઠેબચડા, જસદણ, પોરબંદર, અમરેલી અદિતિ હત્યા અને કચ્છના મુંદરા કસ્ટોડિયલ ડેથ સહીતના જીલ્લાઓમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમાં ખાસ નિમણૂંક થયેલ છે.
હત્યાના બનાવથી 10 પૈકી 4 શખ્સોને સુપ્રીમ સુધી જામીન નથી મળ્યા
શહેરના ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામે 10 વર્ષ પૂર્વે લોહીયાળ ધિંગાણામાં ગરાસીયા જૂથના બે યુવકની કરપીણ હત્યાના ગુંનામાં બે મહિલા સહિત 10 શખ્સોની ધરપકડ કરી હતી. બાદ બે મહિલા સહિત છ શખ્સો હાલ જામીન ઉપર છે. જ્યારે છગન રઘા દૂધરેજીયા, ધીરૂ રઘા દૂધરેજીયા, સુરેશ રઘા દૂધરેજીયા અને દિનેશ દેવશી દૂધરેજીયા સહિત ચાર શખ્સોને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા ન હોવાથી હત્યાના બનાવથી આજદિવસ સુધી જેલમાં છે.