ગોંડલની યુવતીને ભગાડી જવા બાબતે મિત્રને ઉઠાવવા આવેલા ત્રણ શખસોએ કારખાનેદારની કારને આંતરી માર માર્યો

રાજકોટમાં કારખાનેદારની કારને આંતરી ત્રણ શખ્સો અપહરણ કરી ગયાના પગલે પોલીસે નાકાબંધી કરીને ફિલ્મી ઢબે મુક્ત કરાવી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

આ અંગની વિગત મુજબ નાના મૌવા રોડ પર આવેલી ગાંધી સાોસાયટીમાં રહેતો નૈનેશભાઇને પટેલનગરમાં કારખાનુ છે. જયા ગોંડલ રહેતો તેનો મિત્ર જીજ્ઞેશ ઉર્ફે જીગો વાંદરી આવ્યો હતો. બન્ને મિત્રો જમવા માટે કારખાનેદારની કારમાં નિકળ્યા હતા. આ દરમિયાન એક બાઇકમાં ત્રણ શખ્સો તેમનો પીછો કરવા લાગ્યા હતા.

પરિણામે મિત્ર જીગોએ શખ્સોમાં ગોંડલના રિયાઝ ઉર્ફે કાલી રહેમાન ચાવડાને ઓળખી ગયો હતો અને પોતે બે શખ્સની પિતરાઇ બહેનને આઠેક દિવસ પહેલા ભગાડી ગયો હોવાનું કહેતા કારખાનેદાર નૈનશભાઇએ કાર પૂરઝડપે ભગાડી હતી.

1.monday 2

આ દરમિયાન બાઇક પર આવતા શખ્સોએ પથ્થર મારતા કાર ઉભી રાખવી પડી હતી. જે દરમિયાન મિત્ર જીગો નાસી ગયો હતો. જયારે ત્રણેય શખ્સો નૈનેશભાઇને મારકૂટ કરીને તેમની જ કારમાં ઉઠાવી ગયા હતા અને મિત્ર જીગાને બોલાવવા કહ્યું હતું. પરંતુ તેનો મોબાઇલ ફોન બંધ હતો.

બીજી તરફ કારખાનેદારના અપહરણની જાણ થતાં પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પી.આઇ.ગઢવી સહિતની ટીમે ગોંડલ રોડ પર આજીડેમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જયાંથી કારખાનેદારને લઇને નિકળેલા ત્રણેય શખ્સો પોલીસને જોઇને ભાગ્યા હતા. પરંતુ પોલીસે પીછો કરતા કારખાનેદારને મુકીને નાસી છૂટયા હતા.

ભક્તિનગર પોલીસ મંથકના પી.આઇ.વી.કે.ગઢવી, પીએસઆઇ પીવી જેલલીયા સહિતના સ્ટાફે તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરનાર ગોંડલના બે અને રાજકોટના એક શખ્સને સહિતની શોધખોળ આદરી ગણતરીની કલાકોમાં ગોંડલનો હુશેન કાલી રહેમાન ચાવાડા, તથા તેનાં સંબંધી નઝીર રજાક ગોર અને રાજકોટનાં ચીનલાં સીખાઇ નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.