માંડણપુરમાં ટ્રેકટર ઠોકરે વૃઘ્ધનું, લોધીકા પાસે ટ્રકે કારને હડફેટે લેતા ચાલકનું અને પેઢલા નજીક બુલેટે વૃઘ્ધાને ઠોકરે લેતા મોત

દિવાળીના પર્વમાં અકસ્માતથી માર્ગો રકતરંજીત બન્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે અકસ્માતથી રાહદારી સહિત ત્રણના મોત નિપજયા છે. જેમાં ગોંડલ નજીક ટ્રેકટરની હડફેટે વૃઘ્ધનું જેતપુરના પેઢલા પાસે બુલેટે મહિલાને અને કાલાવડ રોડ પર ટ્રકે કારને ઠોકરે લેતા પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પોલીસમાંથી રાજકોટના અંબીકા ટાઉનશીપ કસ્તુરી આઇવરીમાં રહેતા જેન્તીલાલ ગંગદાસભાઇ ભેંસદીયા નામના પ્રૌઢ જીજે 3 ડીજી 483 નંબરની કાર લઇને કાલાવડ રોડ પર દેવગામની ધાર પાસે પહોચ્યા ત્યારે સામેથી આવતા એચઆર 38 એએ 5085 નંબરના ટ્રકે કારને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા જેન્તીલાલનું મોત નિપજયું હતું. પોલીસ મૃતક જેન્તીલાલની પુત્રી વિભાબેન ભેસદડીયાની ફરીયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ કે.એ. જાડેજા સહીતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

જયારે ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે રહેતા જીવનભાઇ મોહનભાઇ લખતરીયા નામના 85 વર્ષીય વૃઘ્ધને જીજે 03 એમબી 2057 નંબરના ટ્રેકટરે ઠોકરે લેતા ગંભીર ઇજા પહોચતામોત નિપજયુઁ હતું. આ બનાવની પોલીસે મૃતક જીવનભાઇની દોહીત્રી મોનાબેન વલ્લભભાઇ વૈષ્ણવની ફરીયાદ પરથી ટ્રેકટરના ચાલક જેન્તીભાઇ પોપટભાઇ પારખીયા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે જેતપુર તાલુકાના પેઢલા ગામે રહેતા રેવાબેન ઉર્ફે રેવીબેન કરશનભાઇ દેત્રોજા નામની 80 વર્ષીય મહિલા રસ્તો ઓળંગતી વેળાએ જીજે 3 કેઇ 7874 નંબરના બુલેટ સવારે ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાયેલા રેવાબેન ઉર્ફે રેવીબેન દેત્રોજાનું મોત નિપજયું હતું. આ બનાવમાં મૃતક રેવાબેન ઉર્ફે રેવીબેન ના પુત્ર વિજયભાઇ દેત્રોજાની ફરીયાદ પરથી બુલેટ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. એમ.એફ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.