અવળ ગામના બે સગા ભાઇ સહિત ત્રણે 18 દિવસ સુધી ગોંધી રાખી ગામમાંથી હિજરત કરવાની શરતે મુક્ત કરી
બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલા અવળ ગામે ત્રણ શખ્સોએ બાજુના ગામની યુવતીને દારૂનો નશો કરાવી 18 દિવસ સુધી વાડીએ ગોંધી રાખી અવાર નવાર સામુહિક બળાત્કાર ગુજારી ગામમાંથી હિજરત કરવાની ધમકી દઇ મુકત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર તાલુકાના બુબાવાવ ગામની 20 વર્ષની યુવતીએ અવળ ગામના ઇન્દ્રજીત બાબુભાઇ ખાચર, સત્યજીત બાબુભાઇ ખાચર અને જયવીર જગુભાઇ ખાચર સામે 18 દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી દારૂ પીવડાવી અવાર નવાર ત્રણેય શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પિડીતાને દારૂનો નશો કરવાની ટેવ હોવાથી ગત તા.8 ડિસેમ્બરે પાડોશીના મોબાઇલમાંથી અવળ ગામના ઇન્દ્રજીત ખાચરની સાથે વાત કરી દારૂ આપી જવા જણાવ્યું હતું. દારૂ પીવો હોય તો અવળ ગામે વાડીએ આવી જવા જણાવ્યું હતું.
આથી યુવતી જયવીર ખાચરના બાઇક પર ઇન્દ્રજીત ખાચરની વાડીએ ગઇ હતી. ત્યાં સત્યજીત ખાચર પણ હાજર હતો ત્રણેય શખ્સોએ દારૂ પીવડાવી 18 દિવસ સુધી વાડીએ ગોંધી રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યુ હોવાનું અને ગત તા.26 ડિસેમ્બરે ગામ મુકી જતા રહેવાની શરતે મુક્ત કરતા યુવતી જામનગર સંબંધીને ત્યાં જઇ જાણ કર્યા બાદ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાણપુર પોલીસે ત્રણેય સામે સામુહિક બળાત્કાર ગુજાર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.