નખત્રાણાથી બોડેલી જતી એસ.ટી.બસને નડયો અકસ્માત: ચાલક સહિત ૧૨ ઘવાયા

હળવદ માળીયા મીયાણા ધોરી માર્ગ પર આવેલા દેવળીયા ગામ નજીક બંધ ટ્રક પાછળ એસ.ટી.બસ ધડાકાભેર અથડાતા ક્ધડકટર સહિત ત્રણના મોત નિપજયા હતા જયારે એસ.ટી.ના ચાલક સહિત ૨૦ મુસાફરો ઘવાતા હળવદની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

શ્રમિક પરિવાર રક્ષાબંધન સહિતના તહેવારોમાં વતન જઈ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માતથી હાઈવે ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હતો આ બનાવને પગલે એસ.ટી.બોર્ડના ડાયરેકટર અને જીલ્લા ભાજપના અને વી.એચ.પી.ના અગ્રણીઓ દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયા હતા જયારે વાલીવારસ વગરના બે બાળકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલે ખસેડયા હતા.

IMG 20170807 WA0020 1પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નખત્રાણાથી જી.જે.૧૮ ઝેડ ૨૩૧ નંબરની એસ.ટી.બસ બોડેલી જઈ રહી હતી ત્યારે હળવદ નજીક ધોરી માર્ગ પર આવેલા દેવળીયા ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલા બંધ ટ્રક પાછળ એસ.ટી.બસ ધડાકાભેર અથહાય હતી.

આ ગંભીર અકસ્માતમાં નખત્રાણાના ધર્મેન્દ્રભાઈ નકુમ, એસ.ટી. બસના કંડકટર દિલીપભાઈ ચાવડા અને છોટાઉદેપુરના રીન્કુબેન કિશનભાઈ રાઠવા નામની આઠ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજયું હતુ.

આ અકસ્માતમાં ઘવાયેલા એસ.ટી.બસના ચાલક દિલીપ દેવરાજ ચાવડા, દિલીપાબેન રાઠવા, સગુણાબેન શૈલેષ, રેખા કમલેશ, હિતેષ વસંત રાઠવા, પુરીબેન દર્શનભાઈ, પ્રવિણ ફુલસિંગ, ક્રિશ્ર્નાબેન નાયક, કરણભાઈ ભોજાભાઈ નાયક, સંગીતભાઈ ભોજાભાઈ અને અતુલભાઈ સહિત ૧૨ મુસાફરો ઘવાતા હળવદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દરોડાની જાણ હળવદ પોલીસ અને એસ.ટી. બોર્ડના ડીરેકટર બીપીન દવે, ભાજપ અગ્રણી અજય રાવલ, બજરંગદળના ભાવેશ કકકડ અને ભરત પરમાર સહિત કાર્યકરો દોડી ગયા હતા.

અકસ્માતમાં ઘવાયેલી બે બાળકીના વાલી વારસ ન હોવાથી બજરંગદળના કાર્યકરોએ પોતાના ખર્ચે વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડયા હતા.

અકસ્માતને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાતા પીએસઆઈ પી.એસ. શુકલા, સ્ટાફ અરજણ ભરવાડ, મહેશભાઈ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.