- ઉંબરી ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3 લોકોના મો*ત
- મૃ*તદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા
- ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા સહિત 3ને કરંટ લાગતા ઘટના સ્થળે જ મો*ત
બનાસકાંઠાના ઉંબરી ગામે વીજ કરંટ લાગતા 3 લોકોના મો*ત થયા હતા. ખેતરમાં ઘાસચારો લેવા જતા મહિલા અને 2 બાળકોનું મો*ત નિપજતા ચકચાર મચી ગઇ છે. હેવી વીજ લાઈનથી ખેતરમાં કરંટ લાગ્યો હતો. ખેતરમાં ફુવારા ચાલુ હોવાથી વીજ કરંટ આખા ખેતરમાં ફેલાઇ ગયો હતો. શિહોરી સરકારી હોસ્પિટલમાં ત્રણેયના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જો કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉંબરી ગામની ભયાનક ઘટના
સમગ્ર ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના ઉંબરી ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના મો*ત નિપજ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરમાંથી વિજ વિભાગની હેવી વોટની લાઇન પસાર થાય છે. આ વીજ લાઇનમાંથી કરંટ સમગ્ર ખેતરમાં ફેલાઇ ગયો હતો.
ખેતરના ફુવારા મો*ત બનીને આવ્યા
ખેતરમા ફુવારા ચાલુ હોવાના કારણે વીજ કરંટ સમગ્ર ખેતરમાં ફેલાઇ ગયો હતો. આ વાતથી તદ્દન અજાણ મહિલા નિત્યક્રમ અનુસાર ઘાસ ચારા માટે ખેતરમાં પ્રવેશ કર્યો હતો. જો કે પાણીના ફુવારાનું પાણી અડતાની સાથે જ મહિલાનું ઘટના સ્થળે જ મો*ત નિપજ્યું હતું. તેમજ આ ઘટનામાં માતા તથા પુત્ર અને અન્ય 1 પાડોશમાં રહેતી બાળકીના ઘટના સ્થળે જ મો*ત નિપજ્યાં હતા. ત્રણેય મૃ*તદેહને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ લવાયા હતા. સમગ્ર બનાવના પગલે શિહોરી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.