રૂ.2000ના દરની નોટ બદલી આપવા મોટુ કમિશન આપવાની લાલચ દઇ ઠગાઇ કર્યાની કબુલાત: રોકડ અને કાર મળી રૂ.3.70 લાખનો મુદામાલ કબ્જે
ભાવનગરના વેપારીને રુા.2000ની નોટ બદલી આપવાના બદલામાં મોટુ કમિશન આપવાના બહાને આટકોટબોલાવી રુા.2 લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સો સહિત ત્રણની એલસીબી સ્ટાફે ધરપકડ કરી તેની પાસેથી રોકડ અને કાર મળી રુા.3.70 લાખનો મુદામાલ કબ્જે કયો4 છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર સિદસર રોડ પર ચિત્રા ખાતે તપોવન સ્કૂલ પાસે રહેતા અને રાધે ગોવિંદ નામની પાન-બીડીની દુકાન ધરાવતા મુકેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ હિમતભાઇ ચૌહાણે ગત તા.21મી જુલાઇએ રુા.2000ની નોટ બદલી આપવાના બહાને આટકોટ બોલાવી અજાણ્યા શખ્સોએ રુા.2 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મુકેશભાઇ ચૌહાણને થોડા દિવસો પૂર્વે પોતાના મિત્ર નવલભાઇ વાઘેલાએ રુા.700ના ભાવની સોપારી રાજકોટમાં રુા.500ના ભાવે અપાવી દેવા અંગે જણાવતા મુકેશભાઇ ચૌહાણ સસ્તા ભાવે સોપારીની ખરીદી કરવા તૈયાર થયા હતા. ત્યાર બાદ રાજકોટના શખ્સોએ પોતાની પાસે રુા.2000ના દરની દસ લાખની ચલણી નોટ છે. તે બદલી આપે તો તેના બદલામાં દસ ટકા કમિશન આપવાની વાત કરતા નવલભાઇ વાઘેલાએ પોતાના મિત્ર મુકેશભાઇ ચૌહાણને આ વાત કરતા તેઓ નોટ બદલી કરી દસ ટકા કમિશન મેળવવાની લાલચમાં ફસાયા હતા. તેઓને આટકોટ બોલાવી પ્રથમ બે લાખની નોટ બદલી આપવાનું કહી મુકેશભાઇ ચૌહાણ પાસેથી બે લાખ લઇ અજાણ્યા ઠગ ભાગી ગયા હતા. અને તેમનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ, એએસઆઇ મહેશભાઇ જાની, રવિદેવસિંહ બારડ, ધર્મેશ ભાઇ બાવળીયા, ભાવેશભાઇ મકવાણા અને અનિરુધ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોબાઇલ લોકેશન મેળવી ઠગ ગેંગનું પગેરુ દબાવ્યું હતું. ઠગાઇના ગુનામાં ભાવનગર નિર્મલનગરના જગદીશ ઉર્ફે રાજુ હિરજી પીપલીયા, રાજકોટના ક્રિષ્ના પાર્કના શૈલેષ ઉર્ફે ગાંગો કેશુ સુતરીયા અને મુળ વાંકાનેરના મહિકા ગામના અને હાલ રાજકોટના નવાગામ સર્વેશ્ર્વર સ્કૂલ પાછળ રહેતા સંજય ધીરુ પ્રજાપતિ નામના શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા ત્રણેયની ધરપકડ કરી રુા.2 લાખ રોકડા અને કાર મળી રુા.3.70 લાખનો મુદામાલ કબ્જે કયો4 છે.