ગોંડલ પંથકમાં વૃધ્ધ, શ્રમિક અને જેતપુરમાં યુવકના મોતથી પરિવારમાં આક્રંદ
રાજકોટ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં યુવક સહિત ત્રણના ભોગ લીધો છે.જેમાં ગોંડલ ગ્રામ્ય પંથકમાં બે અને જેતપુરમાં શ્રમિકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના પાટીદળ ગામે રહેતા બાવનજીભાઈ લક્ષ્મણભાઈ લીલા નામના વૃધ્ધ મોટી ખીલોરી ગામે પોતાના બહેનના ઘરે પ્રસંગમાંથી પરત ફરતા હતા ત્યારે કમઢીયા ગામ પાસે પહોચ્યા ત્યારે બાઈક સ્લીપ થતા બાવનજી લીલાને ગંભીર ઈજા પહોચતા મોત નિપજયું હતુ.
જયારે મુળ બિહાર અને હાલ જેતપુર ખાતે વર્ધમન પ્રિન્ટ નામના કારખાના કામ કરતા ભોલાભાઈ ફાગુભાઈ ચૌહાણ નામનો યુવાન દિવાળીના પર્વની રજામાં જેતપુર ખાતે ફરવા ગયોહતો. અનેત્યાંથી ફરત ફરો હતો ત્યારે વાહને હડફેટે લેતા મોત નિપજયુંં હતુ. ત્રીજા બનાવમાં મુળ ઉતરપ્રદેશનો વતની અનેહાલ ગોડલ જી.આઈ.ડી.સી.માં કારખાનામાં કામ કરતો હીકેન્દ્ર મહેન્દ્ર ચૌહાણ નામનો 32 વર્ષિય યુવાન બીલીયાળા ગામના પાટીયા પાસે નજીક રસ્તો કોસ કરતી વેળાએ પુરપાટ ઝડપે આવતીકારે હડફેટેલેતા મોત નિપજયું હતુ. આ બનાવથી શ્રમિક પરિવારમાં દિવાળીના પર્વમાં શોકનું મોજુ ફેલાયું છે.